શૈમી ઓઝા "લફ્ઝ"

Romance Others

3.5  

શૈમી ઓઝા "લફ્ઝ"

Romance Others

પ્રેમની તરસ

પ્રેમની તરસ

3 mins
97


પ્રેમ કંઈ પીણું થોડું છે કે એકવાર પીધે તૃપ્ત થઈ જવાય છે જેટલુ પીવો એટલી તો તરસ વધતી જાય છે. પરિમલ અને અર્પણાની દાસ્તાન..

પરિમલ અને અર્પણા બેઉ નાનપણના મિત્રો હંમેશા તેઓ સાથે સાથે જ હોય.

કોલેજનો છેલ્લો દિવસ હતો,બેઉ એકબીજાથી અલગ ન પડવું પડે એ બાબતે વિચારી રહેલા.

બેઉ ફેરવેલ ફંક્શન પુરુ કરી ગાર્ડનમાં બેઠા હતાં ગ્રુપના સૌ મિત્રો પોતપોતાની દુનિયામાં ખોવાયેલા હતાં,તેમ આ બેઉ પણ પોતાની દુનિયામાં વ્યસ્ત હતા.

પરિમલ પ્રેમને વશ થઈ અર્પણાને પૂછે,"અપ્પુ...શું વિચાર્યું ?

અર્પણા:મારે મોડેલિંગ માટે મુંબઈ જવાનો વિચાર છે પણ શું થાય છે... ?

પરિમલ:એ તો બધું ઠીક છે...પરંતુ આપણા સબંધ વિશે શું વિચાર્યું.

અર્પણા:અરે...તે મને શુ પાગલ ધારી રાખી છે...

પરિમલ:થોડું ધીમે બોલ બધાં આપણને જુએ છે.

અર્પણા:જોતા હોય તો ભલે જુએ...

પરિમલ:મારી ભુલ બદલ સોરી પણ અર્પણા આમ કેમ કરે છે ?

અર્પણા:તને હું પાગલ લાગુ છું કે સ્ટુપિડ જેવા રિલેશન માટે કરીયર બગાડુ એવી ?

પરિમલ:અર્પણા મને ખબર છે તું મજાક કરે છે...સાચે...ને...

અર્પણા:હું આમ પણ આજે મજાકના મૂડમાં બિલકુલ નથી. કેમકે હું કરિયરના ભોગે કંઈ જ નહીં કરું.

પરિમલ:અર્પણા પણ તું મારી વાતનો ખોટો મતલબ શું કામ નિકાળે છે... ?હું તને ક્યાં કહું છું કે તું મોડેલિંગ છોડી દે.

અર્પણાનો ગુસ્સો આજે સાતમા આસમાને હતો.તે કંઈ સાંભળવાના મૂડમાં નો'હતી.

અર્પણા:તું આજ નહીં તો પછી કહીશ લગ્નના વર્ષ બાદ.મમ્મી કે પપ્પાનું બ્હાનુ કાઢી.

પરિમલ:અરે...અર્પણા આજે તને શું થઈ ગયું છે કંઈ સમજાતું નથી તું કેમ આમ બિહેવ કરે મારી સાથે...એવી તે શું ભૂલ થઈ મારાથી...

અર્પણા:મારી મમ્મીને મારા પપ્પા આમ જ કરીને ભોળવી લાવેલા પછી મારા પપ્પાએ બીજી સ્ત્રી ખાતર મારી મમ્મીને છોડી દીધી.અર્પણા રડવાની તૈયારીમાં જ હતી.પરંતુ સીન ક્રિએટ ન થાય એ માટે ચાલી જવાની તૈયારીમાં હતી.

પરિમલ:દરેક લોકો એકસરખા નથી હોતા...તારા મનમાં જે આપણા રિલેશન માટે ભય પેસી ગયો હોય તું વિશ્વાસ કર હું આજીવન તારો સાથ નિભાવીશ....

અર્પણા:શું કામ વિશ્વાસ કરું હું...આ બાબતે...આવું મારી સાથે બને એની રાહ જોવું... ?

નહીં પરિમલ તું કોઈ તારા જેવી છોકરી શોધી દે તારા માટે...કેમકે હું તારી વાતોમાં નથી આવવાની.

પરિમલ:તે કંઈ ડરામણુ સપનું જોયું તું કે શું ?

પરિમલ એને મનાવવા પાછળ પાછળ જાય છે.કેમકે તે મનથી તેને પસંદ કરતો હોય છે...એ વાસ્તે એ અર્પણાને દુ:ખી કરવા નોહતો માંગતો.અર્પણાનો મૂડ નથી બરાબર એટલે એને વધુ દલીલ કરવાની રહેવા દીધી.એનો મૂડ સુધરે એની રાહ જોઈ પરંતુ કોઈ અર્થ નોહતો અર્પણા મમ્મી જોડે વાત કરી મુંબઈ ચાલી ગઈ.

એક ચીઠ્ઠી પરિમલ માટે છોડીને ગઈ હતી,"ડિયર પરિમલ,તને કદાચ મારુ વર્તન અજીબ લાગ્યું હશે પરંતુ

આ કોઈ પ્રેમ કહાણી નથી હકીકતના નિર્ણયો છે જે સમજીને લેવાના હોય છે. પ્લીઝ પરિમલ તું મારો પીછો ન કર તારી પાસે આખુંય જીવન પડ્યું છે,આપણા રસ્તા પણ અલગ છે માટે શક્ય હોય તો માફ કરજે...હું હવે થોડા જ દિવસની મહેમાન છું,મારે હ્રદયમાં કાણુ છે..પણ હા જેટલા જીવુ એટલુ મારા માટે જીવવા માંગુ છું હું મરતાં મરતાં પણ તને એક કારમો ઘાત આપી મરું એવી તો હુ નિર્દયી ન બની શકું.

ગૂડ બાય શક્ય હોય તો માફ કરજે...નવુ જીવન મુબારક ખુશ રહે...મારી સફર આજથી પંદર દિવસ પછી શ્મશાનથી યમપુરીની હશે જે મારે એકલા જ કાપવાની છે..."

આ પત્રએ પરિમલને રડમસ કરી દીધો જો ધરતી મળે.તો છુપાઈ જાવ,પણ એ તો શક્ય જ નો'હતુ,સપનાં મિલનના સજાયા હતા,તેના દિલમાં રહેલી પ્રેમની તરસ તો અધુરી જ રહી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Romance