શૈમી ઓઝા "લફ્ઝ"

Romance

3  

શૈમી ઓઝા "લફ્ઝ"

Romance

અજાણ્યો માણસ

અજાણ્યો માણસ

2 mins
139


મોરાગઢ નામે એક ગામ હતુ. સૌ કોઈ હળી મળી રહેતા હતા.

એક દિવસની વાત છે. ત્યાં શિવરાત્રીનો મેળો ભરાયો હતો. એક નટખટ અલબેલી બોલવામાં અલ્લડ છોકરી હતી. તેનું નામ હતુ અંજુ. દેખાવે સુંદર હતી. અલીકાકાએ તેને મોટા ઉત્સાહથી ગામવાસીઓના વિરુદ્ધ જઈ તેને ભણવા મૂકી હતી. અંજુ માટે બધુ જ નવું નવુ હતું. પરંતુ કહેવાય છે કે આપણે જ્યાં રહીએ તે વાતાવરણ મુજબ પોતાની જાતને ન ઢાળીએ તો પછી અનુકૂળ થવામાં ભારે સમસ્યા સર્જાય છે. પી.જી.માં અંજુ રહેતી હતી. ભણવામાં પણ હોશિયાર હતી. એટલે તો અલીકાકા ને શેર લોહી ચડતુ.

અંજુબે હજાર માગે ત્યારે એના પિતા પાંચ હજારઆપતાં. એક દિવસની વાત છે. કોલેજમાં લેક્ચરનો સમય હતો. સૌ મિત્રો ક્લાસમાં ગોઠવાઈ ગયાં. ત્યાં જ પાછળથી અવાજ આવ્યો,

"એક્સ ક્યુજ મી"

અંજુ: "જી આપ કોણ ? હું તમારી શું મદદ કરી શકું ?"

અજાણ્યો યુવાન: "ચાલ તો બહુ સીન ન માર."

અંજુ: "આ તે શું રીત છે કોઈ વાત કરવાની કોઈ સભ્યતા જ નથી."

અજાણ્યો યુવાન: "દોસ્તીમાં સભ્યતા ન હોય અને જો તુ ઈચ્છે છે કે ક્લાસની બહાર ન ઊભા રહેવું પડે તો...તારી ભલાઈ એમાં છે કે ચલ."

ક્લાસમાં આ જોઈ સૌ છોકરીઓ મનોમન બળી રહી હતી. આ પણ સાવ ડોબો છે કેવી બહેનજી પાછળ સમય બગાડે છે. ગમે તેટલું કહો ભેસ આગળ ભાગવત. સુધરતી જ નથી ગવાર અને આ...

અંજુ: "હા તમે જાવ હું આવી.

અજાણ્યો માણસ: કંઈ પણ જરૂર હોય તો આ નંબર પર ફોન કરજે."

અંજુ હળવી સ્માઈલ આપી રહી હતી. આ દિવસથી અજાણ્યો માણ્સ અંજુના દિલમાં છપાઈ ગયો. ને શરૂ થઈ એક પ્રેમ કહાની...


Rate this content
Log in

Similar gujarati story from Romance