શૈમી ઓઝા "લફ્ઝ"

Abstract

2  

શૈમી ઓઝા "લફ્ઝ"

Abstract

એક તરફી ઓનલાઈન લવ

એક તરફી ઓનલાઈન લવ

2 mins
101


કાવ્યા એક સોફ્ટવેર એન્જિનિયર હતી. તેને અનેક વાર બીજી કંપનીઓ સાથે કોલ પર લાગ્યા રહેવું પડતું. જે તેના માટે સ્ટ્રેસફૂલ બની જાતુ.

નોકરીમાં પગાર તો સારો હતો. ઈન્વેસ્ટમેન્ટ કરતાં પણ વધતો. પરંતુ કામનો બોઝ પણ એ પ્રમાણે રહેતો.

એક દિવસની ઘટનાએ કાવ્યાને હચમચાવી દીધી.

કાવ્યા સોફ્ટવેર બનાવવામાં બિઝિ હતી. ત્યાં આવેલો અણધાર્યો કોલ તેનું સતત ધ્યાન ખેંચે છે. પરંતુ આજે પ્રેઝન્ટેશન પુરુ કરવું પણ તો જરૂરી હતું. કેમકે સોફ્ટવેર જેમ બને તેમ જલ્દી લોન્ચ કરવાનું હોવાથી તેને બ્રેકના સમયે પણ બ્રેક ન લેતા કામ ચાલુ જ રાખ્યું.

જેનું પ્રેઝન્ટેશન સારું હોય. જેનું સોફ્ટવેર બેસ્ટ હશે એને બઢતી તો મળશે જ પરંતુ સાથે સાથે પગાર પણ વધશે આવી મોંઘવારીમાં ગમે તેટલો પગાર પણ ઓછો પડે. આવી હાલત પણ કાવ્યાની હતી.

"શું કરવું પોતાની જાતને કેવી રીતે પ્રસ્તુત કરવી એ તમારા હાથમાં છે. તો સૌ લાગી જાવ કામમાં. . "આ હતી બોસની અગત્યની સૂચના.

સૌ કોઈ બોસને કેમ પોતાના કામથી ખુશ કરવા એના પ્રયાસમાં લાગી ગયેલા. બની શકે કે એમાથી એક કાવ્યા પણ હતી. પરંતુ કાવ્યાના શરીરનું બંધારણ જ એવું હતું કે બોસ તેની ઉપર આમ પણ મોહાઈ ગયેલા. પરંતુ તે પોતાના કામ અને વ્યવ્હારથી બોસના નજરમાં છવાઈ જવું એ એનું સપનું હતું.

તે પોતાના કામકાજમાં પરોવાઈ ગયેલી. બોસ સી. સી. ટી. વી. ફૂટેજથી આ નજારો માણવાનું કેમ ભૂલે ?

બોસ ઓફિસમાં લાળ ટપકાવી રહેલા ત્યાં કાવ્યાને એકાએક ફોન આવ્યો. આ જોઈ બોસને વિક્ષેપ ન પડ્યો હોય તેમ મો પડી ગયું અકાળે ગુસ્સો આવી ગયો હતો.

કાવ્યા:હલ્લો. જી. આપ કોણ. ?

અજાણ્યો નંબર:એ પડાપૂછ છોડ તું મને આટલી સરળતાથી ભૂલી જાઈશ એવી તો તને નો'હતી માની મેં.

કાવ્યા:આપ કોણ બોલો છો એ તો કહો.

અજાણ્યો નંબર:પ્રેમમા પણ પાછી ઓળખ હોય આ ક્યારથી નવો કાયદો આવ્યો. .

કાવ્યા: કોણ છો વધુ નહીં પકાવો મારું મગજ નથી ઠેકાણે કહું છું.

અજાણ્યો નંબર: ઓળખાણ છતાંય અજાણ્યા કેમ બનો છો પ્રેમમાં રિસામણા મનામણા હોય માન્યુ પણ ભાવ ખાવાની પરંપરાની શરુઆત ક્યાંથી થઈ કંઈ સમજ ન આવ્યું. . ?

કાવ્યા સી. સી. ટી. વી. ને જોઈ ચિંતામાં મૂકાઈ તેને ફોન સ્વીચ ઓફ કરી દીધો. પોતાના કામમાં લાગી ગઈ.

 આમને આમ સમય વિતતો ગયો એક દિવસ કાવ્યાએ બનાવેલું સોફ્ટવેર કંપનીમાં કેવી રીતે ઉપયોગી થાય તે બનાવ્યું.

સોફ્ટવેર તો લોન્ચ થયું સાથે કાવ્યાની જિંદગીનો નવો અધ્યાય પણ લોન્ચ થયો. એક મહત્વાકાંક્ષી યુવતી એક જ પાત્ર હતું પરંતુ બે પક્ષમાં અડધી અડધી વહેંચાઈ ગઈ.

કાવ્યાની ભૂમિકા બેવડી થઈ ગયેલી બોસ અને અજાણ્યા નંબર બેઉની પ્રેમિકા બનીને રહી ગઈ પરંતુ પોતાનો વજૂદ તો જાણે શું છે. ક્યાં વિચારવાની નવરાશ હતી. ?પરંતુ આ કેવી રીતે થઈ ગયું તે પોતે બે ભાગમાં કેવી રીતે વહેચાઈ ગઈ તે હજીય નથી સમજી શકી.


Rate this content
Log in

Similar gujarati story from Abstract