શૈમી ઓઝા "લફ્ઝ"

Romance Fantasy

2  

શૈમી ઓઝા "લફ્ઝ"

Romance Fantasy

પીળી સાડી

પીળી સાડી

3 mins
101


"સાડી પીળી હોય કે કાળી જેમાં તારા સ્પર્શને પ્રેમની ખુશ્બુ હોય,આપણા પ્રેમની ગવાહ છે,મનમાં તો ઘણું છે,પણ શું કરું હું ઉંબરાની મર્યાદા નડે છે,

શું કરું તુ જ કહે ને, આ દિલ તો મારું માનતુ જ નથી,ને એકબાજુ તુ સતાવે છે,આ તે કેવા ખેલ છે,ન કોઈ મેદાન ન કોઈ સાધનો. ખાલી નજરની શરારતને બે દિલોની રજામંદીનો પુરાવો છે,આ અમૂલ્ય ભેટ,જેને આપણને એકમેક સાથે પ્રેમથી મજબૂત બાંધી રાખ્યા છે."

પીળા રંગને ધાર્મિક રીતે શુભ માનવામાં આવે છે,તો પીળો રંગ પરિસ્થિતિવશ માંદગીનું પ્રતિક ગણાય છે.પણ જ્યારે બે દિલને જોડતો સેતુ બની જાય તો કેટલીક યાદ દિલને પ્રફુલ્લિત કરી દે છે.

હું આપ સમક્ષ વાત લઈ આવી રહી છું.

ઈશિતા અને અક્ષરની એજ મજાની સફર.

અક્ષર અને ઇશિતાની નવી નવી સગાઇ થઈ હતી તેઓ સપનાંની દુનિયામાં સ્વપ્ન મહેલનું નિર્માણ કરી રહ્યા હતા.

ઈશિતા એકીટશે ઢળતા સુરજને નિહાળી રહી હતી ઉફ્ફ. ઠંડી પણ ગુલાબી હતી અને હૈયામાં રહેલી લાગણીઓ પણ.

ત્યાં અક્ષર ચોરી ચોરી ચૂપકે ચૂપકે બિલ્લી પગે આવી પાછળથી હળવુ આલિંગન આપતાં કહે,"

"તુમ સહેજ તડપના હમ તુમે ઓર તડપાયેગે,તુમે હમારે પ્યાર મેં યુ તડપતે દેખના એ દિલ કો અચ્છા લગતાં હૈ,. "

ઈશિતા રોમેંટિક લાઈનનો જવાબ પણ રોમેંટિક અદામાં જ આપે છે.

રોમેંટિક અદામાં કહે,

"બાબુ યુ કિસિકો તડપાના બહુત ગલત બાત હૈ,હમ આપકી તડપન કા જવાબ તુમે જલા જલાકર લેગે. બતા દે રહે હૈ તુમે હા. !"

વાતાવરણ ઠંડીનું હોય છે,ઢળતી સંધ્યા હોય છે,દાંતની પંક્તિનું પરસ્પર ટકરાવવુ,

પરંતુ બે યુવાદિલની લાગણીઓ એકબીજાને ઠંડીમાં પણ હૂંફ પુરી પાડી રહી હતી.

"ઓહ. તો વો કેસે મેરી રાની જરા વો તો બતાયે. "અક્ષર વધુ રોમેંટિક બની રહેલો.

લગ્ન પહેલાં નાદાનિયતના કારણે પણ મર્યાદાનો ભંગ થાય એ ઈશાનીને નોહતુ પસંદ તે રોમેંટિક દુનિયામાંથી બહાર નિકળતી હોય તેમ પોતાની જાતને સ્વસ્થ કરતા કહે,

"ઈશિતા : એ. છોડ ને આ બધુ વાતો તો પછી પણ થશે પહેલા કહે તું શું લઈશ. ?

અક્ષર : તને. બીજુ શું લઉ એ કહે તો મને ?

ઈશિતા : અરે મજાક છોડ ને થોડો ગંભીર થા. હવે પકાવ્યા વગર કહે કે તુ શું લઈશ તે.

અક્ષર : કહ્યું ને તને. અરે. જાનેમન આ દિલનો મામલો છે આમાં પકાવવાની વાત જ ક્યાં આવે છે આતો લાગણીની વાત છે. પરંતુ તું આંખો બંધ કર. તો. ?

ઈશિતા : ઓફ. .ફો. અક્ષર આજે તબિયત તો ઠીક છે ને તારી?

અક્ષર : હા ઠીક છું અ. બે. તુ તો બહુ અઘરી ક્યારનાય સવાલો ઉપર સવાલો કરે જાય છે. કહું છું ને કે આંખ બંધ કર 

ઈશિતા અક્ષરને બસ એકીટશે જોઈ જ રહી.

અક્ષર : વિશ્વાસ નથી કે શું તને મારા ઉપર.

ઈશિતા : નહીં તો પણ તું સવારથી અજીબ અજીબ વાતો કરે જાય છે,એટલે નવાઈ તો લાગે ને કે ગંભીર આત્મા આજે રોમેંટિક બની ગઈ કેમની. ? આ તે કેવી રીતે બન્યું.

અક્ષર સહેજ તોફાની તો થોડો કંટાળાજનક અવાજે કહે,છોડ. ને. .આ બધું. તું માનીશ નહીં મારી વાત. એમ જ ને. ?

ઈશિતા મનમાં કહે, આજે નથી મારો બર્થ ડે કે નથી કોઈ ખાસ દિવસ તો આંખો બંધ કરાવવાનું ચક્કર શું છે.

જા હવે હું પણ. .કેવા વિચારોમાં પડી ગઈ. ?આટલું કહી આંખો બંધ કરી તો અક્ષરે માથે સાડી ઓઢાડી ઈશિતાને કહ્યું આંખો ખોલ હવે,અને કહે કેવી લાગી તને.

બહુ મસ્ત સાડીને મને ખુબ ગમી તને કેવી રીતે ખબર કે મને યલો કલર ખુબ ગમે એની યુની પ્રેમથી અક્ષરને પૂછી રહેલી.

અક્ષર સાયરાના અંદાજમાં કહે

"કીસીકી નાદાન નજરોને દિલકી બાત બતા દી,કીસીકી ભોલી સુરતને દિલકે રાજ ખોલ દીએ. હમ તો ઉતરતે હી ગયે નજરો કે તાલાબ મેં"

ઈશિતા અક્ષરને હળવી કિસ કરી આલિંગન આપતાં કહે,ઉમ્મા. .તે તો મને આખીય દુનિયા ન હાથમાં આપી દીધી હોય તેવો અહેસાસ થાય છે. ."

અક્ષર : તને ગમી?

ઈશિતા : બહુ જ ગમી મને ઉમ્મા. થેન્ક્યુ સો મચ

ઈશિતા ખુબ ખુશ હતી જીવનની પહેલી યાદગાર ભેટ હતી,તેને કોઈએ આટલુ સ્પેશિયલ ફિલ કરાવીને નોહતી આપી. ઈશિતાના એક એક ધબકાર અક્ષરને આઈ લવ યુ કહી રહેલા, ઠંડી એનું કામ કરી રહેલી અને બે ટળવળતા હૈયા પોતાની સ્વપ્ન દુનિયામાં પરત ચાલ્યા ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Romance