Rekha Shukla

Abstract Drama

3.4  

Rekha Shukla

Abstract Drama

અચાનક

અચાનક

2 mins
113


શુભ સવાર … નીજ કરનાં..દર્શન કરી નમું પ્રભાતે રોજ !

સોનેરી તેજે પ્રસન્ન ભાનુ શોભે ક્ષિતિજ ઓથે ઝૂકીને આજ કહું એ આદિત્યને ભલે પઘાર્યા ! હમણા વાંચન છૂટી ગયું છે અને પોસાય એવું એ નથી રહ્યું ..ઘરની લાઈબ્રેરી એકવાર તારી ભાભી એ કોથળો ભર્યો ઓહ મારા જીવથી એ જ્યાદા વ્હાલા હતા તે પુસ્તકો એજ સમયે સ્કૂલની લાઈબ્રેરીમા મોકલી આપ્યા ..હવે નવા જનમમાં નવા વસાવીશ અને વાંચીશ, કઈ કઈ રીતે શું નુ શું છૂટી જાય છે ! જીવનમાં ક્યારેક યાદ કરો તો લાગે ખુદથી ખુદ છૂટી જાય ને ખુદ ને પણ ના ખ્યાલ રહે ને કઈ રીતે મન મનાવી લેવાનું કે ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે ને ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે અરે પણ કઈ રીતે..?

આવી આસું લૂછવાની તકને હાથમાં પાલવનો છેડો રહી જાય..ને આખેઆખા વ્યક્તિ જ ગાયબ થઈ જાય ભર જવાનીમાં કેન્સરમાં કિમો પતાવીને ઉભેલી છોકરી ને કોઈએ જઈને કીધું નહીં હોય કે યુ આર બ્યુટીફૂલ !! હેય પ્રિટી વુમન ! હા નન્દિની પણ મારી એક હુનહાર વિધ્યાર્થીની જ હતી કેન્સર મુક્ત હતી હવે હું શિક્ષક છું મારા દરેકે દરેક વિદ્યાર્થીને નામથી જાણું છું ! આજે ફરી વાર રિધ્ધિને માતા-પિતાની સહી કરી લાવવા કીધું છે..ને સહી ને પૈસા લીધા વિના પાછી ફરી છે સમજાતું નથી આ છોકરીને, બધાની ફી ને પ્રવાસ ના પૈસા આવી ગયા અરે રિધ્ધિ આજે પણ ! પપ્પા બહાર ગામ હોય તો મમ્મીની સહી ચાલશે "અરે પણ મને મમ્મી નથી સાહેબ..".શું હું મારા વિદ્યાર્થીને રીયલી જાણું છું ! સ્કૂલેથી ઘરે જવાનું મોડું ના થાય તો આજે રિક્ષા લઈ લઉ છું બોલાવું તે પહેલા એક રિક્ષાવાળો સામે થી બોલે છે ચાલો સાહેબ ! ને હું અડધે પહોચું તે પહેલા બોલ્યો તમે મને ના ઓળખ્યો ને ? હું ધ્રુવ માણેક !! આપનો ચહિતો ભૂલી ગયા મને ? અરે પણ ધ્રુવ આમ રિક્ષા કેમ ચલાવે છે તું..? શું કરું સાહેબ કોલેજ માંડ માંડ પતાવી પણ તે પહેલા મા બિમારીમાં ને પિતાજી એક્સિડન્ટમાં દેવલોક પામ્યાં. ને લાગવગ વગર કે લાંચ વગર જોબ ક્યાં મળે છે આ તો મારી બહેન ને હું, ટ્યુશન કરી કરી ને બચાવેલ તેમાંથી આ રિક્ષા લઈ લીધી છે મહિનો પૂરો પડી જાય છે ઉછીના વિના લ્યો આપનું ઘર પણ આવી ગયું "મને ના શરમાવશો સાહેબ ફરી ક્યારેક આવજો મારી રિક્ષામાં ! "એક પણ પૈસો લીધા વગર ચાલ્યો ગયો ને હું અવાચક જોતો રહ્યો ..આખા વર્ગમાં તાળીઓના ગુંજથી વધાવતા વિદ્યાર્થીઓ મારા ક્યાં ક્યાં ને કઇ દશામાં હશે, યુનિફોર્મમાં આવતા સધળાં ભૂલકાં ક્યાં ખોવાઈ ગયા !વર્ગખંડમાં બેઠો છું ખાલી ઓરડો મને ચૂપચાપ કહે છે આજે મન ભરીને મળી લેવું છે ? અચાનક મળી ગયા અને આજની સમી સાંજના સથવારે અમે બધા ભેગા થયા છીએ ત્યારે અવર્ણનીય આનંદ અનુભવીએ છીએ. 


Rate this content
Log in

Similar gujarati story from Abstract