mariyam dhupli

Crime Thriller

4  

mariyam dhupli

Crime Thriller

આત્મસાત  (ભાગ : ૨૭)

આત્મસાત  (ભાગ : ૨૭)

5 mins
300


"આર યુ ઓલ રાઈટ ?"

વકીલના શબ્દો અપેક્ષિત હતા. મારી લાલચોળ આંખો, માથાના ઉભા વાળ, નિસ્તેજ ચહેરો, વેરવિખેર જાત. કોઈ પણ જોનાર અંદાજો બાંધી શકે કે આ મારી સામાન્ય હાલત તો ન જ હતી. કશુંક એવું ચોક્કસ ઘટ્યું હતું જેનાથી મારી જાત હચમચી ગઈ હતી. વકીલને ખબર ન હતી કે હમણાં થોડા જ સમય પહેલાં હું જંગલ વિસ્તારમાં બેભાન ઢળી પડ્યો હતો. પણ એને તો હજી બીજું ઘણું બધું ખબર ન હતું. જેલમાંથી બહાર નીકળ્યા બાદ હું સીધો મકાન જવાનો હતો અને એક દોઢ કલાકના આરામ બાદ ફ્રેશ થઇ અહીં ચાની લારી પર પહોંચવાનો હતો. પરંતુ આરામ કરવા માટે મારી પાસે ન સમય રહ્યો, ન સભાનતા. જયારે ભાનમાં આવ્યો ત્યારે મારું વચન નિભાવવા હું સીધો વકીલને મળવા સમયસર આવી પહોંચ્યો. વકીલના પ્રશ્નના ઉત્તરમાં મેં ફક્ત હકારમાં માથું ધુણાવ્યું. મારી પડખે એક વકીલ બેઠો હતો. તર્ક વિતર્કનો પાવરધી. એને અન્ય કોઈ શંકા ઉપજે એ પહેલા જ મેં વાર્તલાપનો સેતુ રચ્યો.

"મેં તુકારામસે મીલા. હી રિયલી નિડઝ યોર હેલ્પ."

મારી માહિતીએ એને ચોંકાવ્યો. એની હેરતભરી નજર મને આશ્ચર્યના હાવભાવો જોડે નિહાળી રહી. માહિતીને હજી થોડો વિસ્તાર આપવા મેં હજી એક વાક્ય ઉમેર્યું.


"ઉસે જેલસે બહાર આના હે."

"વ્હૉટ ?"

મારી માહિતીએ જાણે ચા પીવાનો રસ ભંગ કરી નાખ્યો હોય એમ એણે તરત જ હાથમાંનો ચાનો ગ્લાસ બાંકડા પર એક તરફ હડસેલી મુક્યો. હવે એ વાર્તાલાપમાં કોઈ પણ વિઘ્ન બને એ એના અધીરા દિલોદિમાગને મંજુર ન હતું. સંપૂર્ણ ધ્યાન મારા તરફ કેન્દ્રિત કરતા મારા શબ્દો પર વિશ્વાસ કરવો અશક્ય હોય એમ સામેની દિશામાંથી એક પછી એક પ્રશ્નોના તીર છૂટવા માંડ્યા.

"લેકીન ક્યોં ? ઔર જીસને ખુદ અપને મુંહ સે ગુનાહ કુબૂલ કર લીયા હો ઉસકી મદદ મેં ભલા કૈસે કર સકતા હું ? ઔર એક સવાલ. જીસ ઇન્સાનને આજ તક આપના મુંહ બંધ રખા, પુલીસકે સામને ભી એક લફઝ નહીં બોલા વો આપકે સામને ક્યોં કુછ કુબૂલ કરેગા ? વો તો આપ કો જાનતા તક નહીં."

મેં ધીરજ રાખી પહેલા એના અધીરા મનમાંથી જ્વાળામુખી જેમ ફાટી નીકળેલા બધાં જ પ્રશ્નોને એકસામટા બહાર આવવા દીધા. પછી ધીમે રહી શાંત ચિત્તે ખિસ્સામાંથી મારો મોબાઈલ કાઢ્યો. પ્રભાવ પાડવા મેં અગાઉ આપેલો વાયદો ફરી એકવાર યાદ કરાવ્યો.

"મૈને તુમસે કહા થા ના કી અગર પ્લાન કામિયાબ હુઆ તો તુમ્હારે કરિઅરકા ટર્નિંગ પોઇન્ટ બન સકતા હે ?"

વધુ સમય ન વેડફતા મેં મોબાઈલમાં વિડીયો પ્લે કર્યો. રેકોર્ડિંગનો અવાજ ફક્ત મારા અને વકીલના સાંભળવા માટે પર્યાપ્ત હતો. એમ પણ સાંજના સમયે એ સ્થળ પર છૂટાછવાયા જ લોકો હતા અને એ પણ અમારા બન્નેથી સુરક્ષિત અંતરે. જેમ જેમ મોબાઈલના પડદા પર વીડિયોનું દ્રશ્ય આગળ વધતું ગયું તેમ તેમ વકીલના ચહેરા પરના હાવભાવો નાટકીય રીતે બદલાતા ગયા. એણે આખો વિડીયો તદ્દન ધ્યાન દઈ શબ્દેશબ્દ સાંભળ્યો અને અત્યંત ઝીણવટથી નિહાળ્યો. રેકોર્ડિંગ પૂરું થતા મારી તરફ અચરજ વડે નિહાળી જાણે એ આખા રેકોર્ડિંગનો સંક્ષેપ પોતાના મગજમાં ફરીથી વ્યવસ્થિત બેસાડવા લાગ્યો.

"તો તુકારામને ઔર ચંપાને ઇસીલિયે બેટીકી પઢાઈ રુકવા કર ઉસકી શાદી કરા દી ? જીસ બેટી કી પઢાઇકે લીયે વો પુરી દુનિયાકે સામને ખડા હુઆ થા, ઉસી બેટી ને ઉસ્કા ભરોસા તોડા. લડકી પ્રેગ્નેન્ટ થી. શહેરમેં ઉસને અબોર્શન ભી કરવા લીયા થા. ઉસે લગા ગાંવ મેં બીચારે મા બાપકો ક્યા પતા ચલેગા ? લેકીન જબ લડકે ને અપને મોબાઇલમેં કૅપ્ચર લડકીકી પ્રાઇવેટ તસવીરે ઔર પ્રાઇવેટ વિડીયો કો સોસીયલ મીડિયામેં અપલોડ કરને કી ધમકી દી, ઉસે બ્લૅકમેલ કરના શુરુ કીયા, પૈસે માંગે તબ આખીર ઉસને સચ મા બાપકો બતાયા. મા બાપ લડકીકો ગાંવ લે આયે ઔર તુરંત શાદી કરવા દી. લડકા અબ પીછા કરતા હુઆ ગાંવ તક આ પહુંચા હે. બાપ જેલમેં હેં. તુકારામકી ઇઝ્ઝત ઔર બેટી કી જિંદગી દોનો દાવ પે લગે હે. અગર લડકેને વિડીયો વાયરલ કર દિયા તો લડકીકા ક્યા હોગા ? શી ઇઝ પ્રેગ્નન્ટ રાઈટ નાવ."

એ જ ક્ષણે મેં વકીલના ખભા ઉપર ભાર દઈ હાથ મૂકી દીધો. ફક્ત વજનનો ભાર નહીં, વિશ્વાસનો ભાર પણ. વકીલ મારો ચાહક હતો. એ બીગ ... બીગ ... ડાય હાર્ડ ફેન ! સામાન્ય રીતે ચાહકો પોતાની ગમતી સેલિબ્રિટી સામે પોતાની માંગણીઓ રજૂ કરતા હોય છે. સૅલ્ફીની, ઑટોગ્રાફ્ની, હસ્તધુનનની ...પણ આજે એક સેલિબ્રિટીનો વારો હતો. પોતાના ચાહક સામે, પોતાના ફેન સામે માંગણી કરવાનો. મારી આંખોમાં સહજ આજીજી ડોકાઈ આવી.

"યુ આર રાઈટ. મૈને તુકારામસે વાદા કીયા હે કી યે વિડીયો એક જિમ્મેવાર હાથમેં જાયેગા. ઈક ઐસે ઈન્સાનકે હાથમેં જિસકા ઝમીર જિંદા હો, જિસમેં ઇન્સાનિયત આજ ભી સાંસ લેતી હો ઔર સબસે જ્યાદા ઝરૂરી, જો ઉસકી બેટી કી સહી માયને મેં મદદ કર સકે. યે સમજ લો કી મેં ખુદકી બેટી કી ઇઝ્ઝત તુમ્હારે હાથમેં સૌંપ રહા હું."

મારા મોઢામાંથી નીકળેલા પ્રશંસાના શબ્દોથી એનું હૈયું ગજગજ થઇ ઉઠ્યું હતું. એની ઉપર મેં મુકેલા આંધળા વિશ્વાસથી એની આંખોમાં અજબ ગૌરવ અને તેજ ચળકી ઉઠ્યા હતા. અત્યાર સુધી એ જેનો ચાહક હતો, આજે એ જ પ્રેરણામૂર્તિ એનો ચાહક બન્યો હતો.

"ડોન્ટ વરી સર. યે સિર્ફ તુકારામકી ઇઝ્ઝત નહીં, મનાલીકી ઈઝ્ઝતકા ભી સવાલ હે. કીસીકો કુછ પતા નહીં ચલેગા. આઈ વીલ ટેક ધીઝ મૅટર ટુ સાઇબર ક્રાઇમ. ઘી મૅટર વીલ રીમેન હાઈલી કોન્ફિડેંશિયલ. દેશકી હર લડકી દેશકી ઇઝ્ઝત હોતી હે."

"થેન્ક યુ સો મચ."વકીલના અંતિમ વાક્ય થી શરીરના રુંવાડા ઉભા થઇ ગયા. મારા મન પરથી એક ખૂબ જ મોટો બોજ હળવો થઇ ગયો. ચહેરા પર થોડો હાશકારો અને સંતોષ છવાઈ બેઠો. એવું લાગ્યું કે અંતિમ કલાકોમાં મન પર થયેલા પ્રહારોથી અંતરમાં ઉધમ મચાવી રહેલી અસહ્ય પીડા થોડી ઘણી સમી હતી. પરંતુ વકીલનું તર્કયુક્ત મગજ તો વિરામ લીધા વિના બીજી જ ક્ષણે ફરી કામે લાગી ગયું.

"તુકારામકી ફેમિલીકો ઉસકી ઝરૂરત હે. વો બાહર આના તો ચાહતા હે. મેં સમજ શકતા હું. લેકીન કૈસે ? ઇટ્સ ઇમ્પોસિબલ ! ઉસને ખુદ અવિનાશકો ઝહેર દીયા હે. ઉસે કૈસે ..."

"તુકારામને અવિનાશકો નહીં મારા. વો બેકૂશુર હે."

ફરીથી એ બધી જ શક્યતા - અશક્યતાનું ચક્ર વાર્તાલાપમાં પરિભ્રમણ કરવા માંડે એ પહેલાં જ મેં અર્ધા વાક્ય વચ્ચે વિસ્ફોટ કર્યો.

વકીલની કીકીઓ કદમાં બમણી વિસ્તાર પામી ઉઠી. એ ચતુર મગજને અણસાર આવી ગયો હતો કે મારી પાસે ચોક્કસ એવી કોઈ માહિતી એની રાહ જોતી બેઠી હતી જે એની કારકિર્દી માટે એક ખૂબ જ મહત્વનો વળાંક સિદ્ધ થવાની હતી. એની ધીરજ એ ઘડીમાં ચરમસીમાએ પહોંચી હતી.

"તો ફીર અવિનાશ કો કીસને મારા ?"

આ વખતે મારો ચાનો ગ્લાસ બાંકડા પર એક તરફ હડસેલાઈ ગયો. મારી આંખોમાં ઊંડી ઉતરેલી એની વ્યાકુળ આંખોને હું ઘડીકભર સ્તબ્ધ તાકી રહ્યો.

દૂર ક્ષિતિજમાં એ જ સમયે સૂર્ય ઢળી ગયો.

ક્રમશ ...


Rate this content
Log in

Similar gujarati story from Crime