STORYMIRROR

Kaushik Dave

Abstract Drama Fantasy

4  

Kaushik Dave

Abstract Drama Fantasy

આશ્રય - દયા ધર્મ કા

આશ્રય - દયા ધર્મ કા

4 mins
59


પર્વત માળાના ગાઢ જંગલમાં એક તપસ્વી રહેતા હતા.

તેઓ નિત્ય ઈશ્વર નું ધ્યાન અને ભક્તિ કરતાં હતા.

તેઓ તેમની કુટીર માં એકલા રહેતા હતા.કુટીર ની આજુબાજુ પક્ષી ઓ તેમજ ખરગોશ, કાચબા જેવા પ્રાણીઓ પણ ફરતા હતા.

એક દિવસ ની વાત છે. સંધ્યા કાળ થવાનો સમય હતો. તપસ્વી સંધ્યા પૂજા કરવા બેસતા જ હોય છે એ જ વખતે એક હરણ ગભરાતુ દોડતું તપસ્વીની કુટીર પાસે આવે છે. અને તપસ્વી ની આજુબાજુ ફરે છે. તપસ્વી વિચારે છે કે કદાચ કોઈ જંગલી જનાવર આ હરણ પાછળ પડ્યું હશે. એટલે એ તપસ્વી હરણ ને કુટીરના પરિસરમાં આશ્રય આપે છે. બે ત્રણ દિવસમાં એ હરણ તપસ્વી સાથે હળીમળી જાય છે. એના કારણે તપસ્વીની નિયમિત ધ્યાન, ભક્તિની ક્રિયાઓ ઓછી થતી જાય છે.                     

એક રાત્રે તપસ્વી પોતાની કુટીર માં સૂતાં હોય છે, એ વખતે એમને પોતાની કુટીરમાં અવાજ સંભળાય છે. તેઓ આંખો ખોલે છે તો કુટીર ને કોઈ સાફ સફાઈ કરીને સુંદર બનાવી ગયું હોય છે.    

સવારે એ તપસ્વી કુટીર ના પરિસરમાં જુએ છે તો બહાર પણ રોજ કરતા સુંદર પરિસર લાગતું હોય છે. કદાચ કોઈ વનવાસી આ કાર્ય કરી ગયું હશે એવું એ તપસ્વી માને છે. રોજ ની જેમ તપસ્વી હરણને હેતથી રમાડે અને ખવડાવે છે. આમ ને આમ એક મહિનો થાય છે. એક દિવસ તપસ્વી સૂતાં હોય છે ત્યારે એમની આંખ અચાનક ખુલી જાય છે તો એક સુંદર કન્યા કુટીરની સાફ સફાઈ કરી ને સુંદર બનાવતી હોય છે.

તપસ્વી તરફ એ સુંદર કન્યાની નજર જતા એ કુટીરની બહાર દોડી જાય છે. તપસ્વી પણ એની પાછળ જાય છે. પણ બહાર પરિસર માં કોઈ દેખાતું નથી. એટલામાં એમણે એ હરણ ને ફરતા જોયો.     

 બીજા દિવસે સવારે તપસ્વી કુટીર ના પરિસરમાં નજર કરે છે તો સુંદર બનાવ્યું હોય છે. તપસ્વીને થાય છે કે ચોક્કસ આ દૈવી હરણનું કામ છે. એ કુટીર માં જાય છે અને રેશમ ની એક દોરી લે છે અને હરણ ના એક પગમાં બાંધે છે. . હવે જોઉં કે રાત્રે કુટીર માં કોણ આવે છે?  એ રાત્રે તપસ્વી માં સુવાનો ઢોંગ કરીને પડી રહે છે. અડધી રાત્રે એક સુંદર કન્યા કુટીરમાં પ્રવેશ કરે છે. તપસ્વીની નજર એ સુંદર કન્યાના પગ પર જાય છે.

જુએ છે. હા. આજ રેશમની દોરી હરણના પગે બાંધી હતી. .એ કન્યા ની નજર આ તપસ્વી સુતા લાગે છે.

આ જોઈ ને એ તપસ્વી ઝડપથી કુટીરના બારણે ઊભા રહી જાય છે, જેથી એ કુટીરની બહાર ભાગી ના જાય અને એ કોણ છે એ પૂછવા માટે.       

એ સુંદર કન્યાની નજર તપસ્વી પર પડે છે. એ કન્યા કુટીર ની બહાર જવા જતી હોય છે ત્યારે તપસ્વી એને રોકે છે, પૂછે છે," હે હરણ બનેલી સુંદર કન્યા તારૂં મારી કુટીરમાં આવવાનું પ્રયોજન શું છે?. હરણ તરીકે તને મેં આશ્રય આપ્યો એટલે તું કુટીરની ચોખ્ખાઈ કરે છે?. તું કોણ છે? કૃપયા પ

રિચય આપવો તો જવા દઈશ.".   

 આ સાંભળી ને એ સુંદર કન્યા સ્મિત કરતી બોલે છે," હે તપસ્વી, હું જ હરણ બની ને આપના આશ્રમ માં આશ્રય લીધો છે. એક શ્રાપ ને કારણે હું હરણ બની હતી.".  તપસ્વી બોલે છે," હે કન્યા, તારૂં કાર્ય જોઈને હું તારા પર મોહિત થયો છું. આ જંગલમાં,આ કુટીરમાં હું એકલો જ છું. જો તું મારી જીવન સંગીની બનીશ તો હું ખુશ થઈશ."      

આ સાંભળી ને એ સુંદર કન્યા ખુશ થઈ .બોલી," હે તપસ્વી, હું સ્વર્ગની અપ્સરા દેવપ્રિયા્ન્શી છું. બહુ વર્ષો પહેલાં હું સ્વર્ગમાંથી પૃથ્વી પર વિંધ્યાચલ પર્વતના ત્રિકુટ પર્વત પાસેની યેલજી નદી એ સ્નાન કરવા આવી. એ વખતે પ્રાતઃ કાળ થવાની તૈયારી હતી. એ વખતે નદી કાંઠે એક તપસ્વીને ઈશ્વર સ્મરણ કરતાં કરતાં સ્નાન કરતા જોયા. એમનું તેજ જોઈ ને હું મોહિત થઈ. મેં તેમની સાથે ગાંધર્વ વિવાહનો પ્રસ્તાવ મૂક્યો. .

પણ આ સાંભળીને એ તપસ્વી ક્રોધિત થયા. મને શ્રાપ આપ્યો કે હે કન્યા, તું તાત્કાલિક હરણ બની જા. આ સાંભળી ને મને પસ્તાવો થયો. મેં એમની ક્ષમા માંગી. મારી નમ્રતા જોઈ ને એ તપસ્વી એ કહ્યું કે તને આપેલો શ્રાપ વ્યર્થ જશે નહીં. .પણ. પણ. કોઈ તપસ્વી આશ્રય આપશે.

ત્યારે તું સાત દિવસ પછી રાત્રે થોડા સમય માટે સુંદર કન્યા બનીશ. પણ તારા પ્રાયશ્ચિત માટે તારે એ ગાળા દરમિયાન એ તપસ્વીની કુટીર તેમજ એની આજુબાજુની સાફ સફાઈ કરવી પડશે. એજ તારા શાપનું થોડું નિવારણ છે. ".    

 તપસ્વી બોલ્યો," હું તારી સાથે ગાંધર્વ વિવાહ કરવા તૈયાર છું. મારે વધુ જાણવું નથી."

બીજા દિવસે એ હરણ બનેલી કન્યા પર તપસ્વીને વધુ હેત આવ્યું.એ રાત્રે એ હરણ સુંદર કન્યા બની.

તપસ્વી સાથે એણે વિવાહ કર્યા. . .

દિવસ થતાં એ હરણ બનતી. રાત્રે એ સુંદર કન્યા.

આમ સાત દિવસ થયા. હવે મોહિત થયેલો તપસ્વી રાત્રે સુંદર કન્યા ને પૂછે છે," હે સુંદરી , શું તું કાયમ દિવસ રાત્રી સુંદરી ના બની શકે?"  

 "હા,બની શકું પણ મુશ્કેલ છે.".   

"બોલ એ મુશ્કેલ કામ કયુ છે?".  "પણ.પણ. પછી. પસ્તાસો. તમે. બોલો કહું?".

" હા , તું પાછી કાયમ સુંદરી બને એ માટે હું ભોગ આપવા તૈયાર છું". 

 " તો તમે જાણો છો? એ તપસ્વી કોણ છે?". 

   " ના, હું જાણતો નથી. પણ તારા જેવી સુંદરી સાથે વિવાહની ના પાડનાર તપસ્વી કોણ હતા?".  

  સ્મિત કરતી સુંદરી બોલી," હે તપસ્વી, મને શ્રાપ આપનાર એ તપસ્વી બીજું કોઈ નહીં પણ તમે છો. એ તપસ્વી બીજા જન્મમાં તમે બન્યા અને મારી સાથે વિવાહ કર્યા. .આ વાત હવે તમે જાણતા થયા એટલે હવે હું પાછી કાયમ માટે દેવી અપ્સરા બનીને સ્વર્ગ માં પ્રયાણ કરૂ છું." આમ બોલી ને એ દેવ અપ્સરા એ સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું.


Rate this content
Log in

Similar gujarati story from Abstract