આફતમાં મીઠડો લાગ્યો સહારો
આફતમાં મીઠડો લાગ્યો સહારો
ગુંડાઓએ પૈસાદાર પરિવારની દીકરી કાયરાને કિડનેપ કરીને હાથપગ બાંધીને એક જુના મકાનમાં પુરી હતી. તેનાથી થોડે દૂર એક યુવકને પણ માર મારીને બાંધેલો હતો.
રડતી કાયરાને જોઈ ઘાયલ યુવક હસીને બોલ્યો, "રડવાથી મુશ્કેલી હોય તો હું પણ તારી સાથે રડી શકું ?"
"એય ચૂપ કર તને શું ખબર પડે પરિવારથી દૂર રહેવાનું દુઃખ કેવું હોય.?" કાયરા ગુસ્સામાં બોલી.
યુવકે કહ્યું, "હા પરિવાર તો તારે એકલીને જ હોય ને ? બીજા બધા રખડતા હશે."
ધીરે ધીરે બને વચ્ચે વાતચીત થવા લાગી. યુવકે કહ્યું, "આપડે એકબીજાનો સહારો બનીએ તો સારું."
"માય ફૂટ...!" કાયરા બોલી, "તારા જેવા સામું તો હું જોવું પણ નહીં."
યુવક ધીરેથી ઘસડાતો નજીક આવીને એક જુના પતરાંનો ટુકડો લઈ કાયરનું બંધ કાપી દીધું. કાયરા ખુશ થઈ પણ રૂમ બંધ જોતાં બોલી, "એય હું બહાર કેમ નીકળું.?"
"એકબીજાનો સહારો બનીને." કહીને પતરું કાયરાના હાથમાં આપતાં કાયરાએ તેણે બંધન કાપી આઝાદ કર્યો.
"હવે શું કરવું.? તારું નામ ? " પૂછતાં 'રાજ' કહીને યુવકે કાયરાના માથામાંથી પિન ખેંચીને યુવકે પાછળનાં દરવાજાનું તાળું મેહનત કરીને ખોલી દીધું.
એટલામાં ગુંડાઓ દૂરથી આવતાં દેખાયાં એટલે રાજ બોલ્યો, "ભાગી જ તું આઝાદ બની મારો સહારો બનજે."
રાજ ગુંડાઓ સામે ભીડવા તૈયાર થયો અને ભાગતી કાયરાને હવે આ સહારો ખુબ જ મીઠડો લાગવાં લાગ્યો હતો તે ઘર તરફ નહીં પણ રાજનો સહારો બનવા પોલીસ સ્ટેશન તરફ દોડી.
