આંખ
આંખ
આંખ ~
દિલ્હી આઉટ સ્કર્ટ મા આવેલી MCNR કંપની. ઓફિસનો પંદરમો માળ. તેની કાચની બારીઓમાંથી ઢળતો સાંજનો સૂરજ નો કેસરીઓ પ્રકાશ અંદર ઘૂસતો હતો. સન ફિલ્મ મા ચળાઈ ને તેના લાલ કિરણો કોમ્પ્યુટર સ્ક્રીન્સ અને લાંબા ટેબલ્સ પર છટકાઈ રહ્યા હતા. બહાર રોડ ની લાઈટો ચાઉં થઈ શહેર ધીમે ધીમે રાત માટે તૈયાર થતું, પણ અંદર હવે નાઈટ શિફ્ટ શરૂ થવા જઈ રહી હતી.
કી-બોર્ડના ટપ ટપ અવાજ, કૂલિંગ ફ્લોર લાઇટની હળવી ઝગમગાટ, અને કમ્પ્યુટર સ્ક્રીનોની નીલી ઝગમગાટ — આખી ઓફિસ જાણે એક નાનકડા કાવ્યની જેમ ગુંજતી.
અહેસાન કાદરી પાતળી બોડી, કાળી પેન્ટ, સાદી પોનીટેલ, હળકી ચહેરે ગંભીરતા હં મેશા રહેતી.તે પોતાના કમ્પ્યુટર સામે કામમાં મગ્ન રહેતી..
અખિલ દેસાઈ એ જ ફ્લોર, એજ પ્રોજેક્ટ,અને એની બાજુનાજ પોકેટ મા બેસતો. તે રોજ આવી ઝીણા અવાજે રફી સાહેબના સોલો સોન્ગ વગાડી કામે વળગતો.એના ચહેરે સદા સ્મિત રહેતું , પરંતુ મુખમાં મૌન. ક્યારેક થોડી ઊંજી નજરથી જોતો.
બ્રેક સમયે તે અને અહેસાન રોજ ડિનર માટે કેન્ટીન મા સાથે બેસતા. ક્યારેક કન્ટીનની સાદી થાળી, ક્યારેક પિઝા કે નૂડલ્સ.કોક વાર અહેસાન સેવાઇયા લાવતી તો અખિલ ને મોજ પડતી. પરંતુ સોમથી શુક્રવાર ના રોજના ડિનર મા મેનુ કરતાં વધારે મહત્વનું બનતું, એ જામતી વેલાના તેમના સંવાદ અને મુક્ત સ્મિતની પળો.હળવા જોક્સ પછીનું મુક્ત હાસ્ય, કામની થાકેલી વાતો. ડિનર પછી ના કાફીના કપ વચ્ચેના નાના-નાના લુક-લાઇક એ બધું, અહેસાનના દિલનો ખ્યાલ નથી પણ અખિલના હૃદયમાં આ વાતોથી રોજ એક નવું કાવ્ય રચાતું.
સવારે ઓફિસની છુટ્ટી વખતે, પંદરમાં માળેથી નીચે આવતા લિફ્ટના ખૂણામાં ઝીણો CCTV કેમેરાનો લેન્સ .
તેમની ગતિવિધિ જોતો, તેઓ હસતા, લિફ્ટ ના સહવાસમાં થોડીક પળો માટે તેઓ એક બીજાને ટૂંકી નજરથી જોતા રહેતા . આવું કરતા ક્યારેક અખિલને અહીં જોખમ લાગતું, પણ એ જાણતો કે આ માત્ર સર્વેલન્સ રેકોર્ડિંગ છે.પરંતુ તેને ક્યારેય નહોતી ખબર કે એ જ કેમેરા એક દિવસ તેઓની કિસ્મત બદલી નાંખવાનું કારણ બનશે…
એક સાંજે , નાઈટ શિફ્ટમાં, બ્રેક પહેલા સિક્યુરિટી રૂમમાંથી ખળભળાટ થયો .સિક્યુરિટી ઓફિસરે લિફ્ટના CCTV footage. વિડિયો વાયરલ કરી ઓફિસમાં મોજ લીધી. આં રેકોર્ડિંગ પ્રમાણે અહેસાન લિફ્ટની અંદર એક પુરુષ સાથે વાંધાજનક સ્થિતિમાં ઝડપાઈ હતી .
આખી ઓફિસના કર્મચારીઓમાં ચર્ચાઓ ફેલાઈ ગઈ. “આવી શાંત છોકરી આવી નિકળી?”
“પ્રમોશન માટે નું કંઈક ચક્કર છે કદાચ…”
લોકોને મન તમાશો, અને જેટલાં મો એટલી વાતો વહેતી થઈ, પણ અખિલના દિલ પર વીજળી પડી અપસેટ થયો .
એના દિલની અંદર થી તેને એક અવાજ આવ્યો કે ના અહેસાન આવું નાજ કરે
તે બબડી ઉઠ્યો
“ના, અહેસાન આવી ન હોઈ શકે .”*
પણ સદ નશીબે બાજુમા અહેસાન વગર બીજુ કોઈ ણ હતું.
તે રાતે અખિલે ડિનર સ્કિપ કરી CCTV ના footage ફ્રેમ-બાય-ફ્રેમ ચકાસ્યા . એટેન્ડન્સ રેકોર્ડ નો ટાઇમ-સ્ટેમ્પ અને લાઈફ નો રોકોર્ડ સમય ખોટો. અહેસાન ઓલરેડી ઓફિસ મા એન્ટ્રી લઇ ચુક્યા પછી ના ફૂટેજ. રેકોર્ડિંગ ના ચહેરા પર subtle ડિજિટલ ગડબડ.
પછી અખિલે સાબિત કર્યું — footage hack કરાયું હતું.
સત્ય સામે આવ્યું — કંપનીના ઉચ્ચ અધિકારીએ,અહેસાને તેણે કાઠું ના આપતાં. અહેસાનને પ્રમોશનમાંથી દૂર રાખવા, આવું કાવતરું રચ્યું હતું.
અહેસાનની આંખોમાં પહેલીવાર આંસુ અને હળકી હાશ ની ન પળો સાથે મુક્તિ ની ઝલક દેખાતી હતી .
તેણે અખિલને કહ્યું “તે મારા પર વિશ્વાસ કયા આધારે રાખ્યો?”
અખિલ હળવેથી તેનાગાલે ચૂંટણી ભરતા કહ્યું, “વિશ્વાસ ન રાખું તો પ્રેમ કેવી રીતે કરું?”
તે નાઈટ શિફ્ટ ની સવારે ઓફિસ ખાલી થતા . લાઇટ્સ હળવી ધીમે ધીમે બંધ થતી હતી .
અહેસાન લિફ્ટમાં એકલીદાખલ થઈ, પાછળ અખિલ દોડતો લિફ્ટ મા અંદર આવ્યો .
G-બટન દબાવતા
લિફ્ટના દરવાજા બંધ થયાં .
થોડા પળો માટે શાંતિ.
અખિલ અહેસાનની આગળ વધ્યો.તેણે તેનો એક હાથ લિફ્ટના CCTV કેમેરાના લેન્સ પર ઢાંક્યો, બીજા હાથે અહેસાનને પોતાની આઘોશમાં ખેંચી.
લિફ્ટની અંદર, બંનેની નજીકતા અને સંવાદ વગરની લાગણી વરસી.

અખિલના મોબાઇલમા, રફી અને લતા નું કોહિનૂર ફિલ્મ નું ગીત વાગ્યું
"દો સિતારો કા જમી પર હૈ મિલન આજકી રાત".
ગીતના શબ્દો સાકાર થયાં,આખી દુનિયાને વિસરાવી.
કંઈથી અવાજ આવતો રહ્યો:
**“Going up… Going up…”**
પ્રકૃતિ નો પણ સાથ હતો,ઉગતા સૂરજે આજની સવાર એમના સંબંધને નવી ઊંચાઈ તરફ લઈ જતી હતી.

