આળસુ મંજુલા
આળસુ મંજુલા
એક હતા મંજુલાબેન. તે એક ગૃહિણી હતા. તે શહેરમાં રહેતા હતા. તે ખૂબ જ આળસું હતા. આખો દિવસ કોઈ ફોન પર ગપ્પા મારવા દે તો મજા પડે. પણ કામ કરવામાં આળસ થાય.
દિવાળીનો તહેવાર નજીક હતો. સૌ કોઈ પોતાના ઘરને સ્વચ્છ કરી, રંગરોગાન કરી રહ્યા હતા. શણગારી રહ્યા હતા. મંજુલાબેન કહે, કંઈક કરવું પડશે. આમ તો બેસી રહેવાથી કંઈ ન થાય. તેણે ગામડે રહેતા તેના બેનને ફોન કર્યો. અમારા શહેરમાં દિવાળી નિમિત્તે એક સરસ સેલ ભરાયો છે. તેમાં બધી સરસ વસ્તુઓ મળે છે. તું અહિં આવે તો આપણે ખરીદી કરવા જઈએ.
તેમના બહેન તો આવ્યા. બપોરે પહોંચ્યા તો કહે આપણે કાલે સવારે જઈશું. આજે તું આવી જ છે તો મને થોડી મદદ કરી દે. મંજુલાબેને બંને ઘર અને રસોડું બધું તેની બહેન પાસે સાફ કરાવી લીધું.
બંને બજારમાં ગયા. તો ક્યાંય સેલ હતો જ નહિ. તેમના બહેન કહે, મને ખબર પે'લેથી તું આળસુ છે. સાફસફાઈ માટે જ મને અહીં બોલાવી'તી ને. હવે તારી વાત પર ભરોસો ન કરું.
