STORYMIRROR

"Komal Deriya"

Abstract Inspirational

3  

"Komal Deriya"

Abstract Inspirational

આજની શિખામણ - ગમતું કામ

આજની શિખામણ - ગમતું કામ

2 mins
229

 “ગમતું કામ કરવાથી કામ ઝડપથી થાય છે !”

આપણે કોઈપણ કામ હાથમાં લઈએ એટલે પહેલો પ્રશ્ન એ હોય કે ‘આ કામ પુરુ ક્યારે થશે ?’ અને ઘણીવાર એવું બને કે આપણે અમુક ચોક્કસ સમયમર્યાદામાં પૂર્ણ કરવાનુ હોય. આવા સમયે કામ જો આપણી પસંદગીનું હોય તો તો ઝડપથી થઈ જાય બાકી તો એ કામ પુરૂ થશે કે નહીં એ પણ કહેવું મુશ્કેલ લાગે. પેલું કહેવાય છે ને કે આળસુ હોય એને અઘરૂ કામ આપો તો એ સરળ રસ્તો શોધી જ કાઢે. જો કે બધાને કામ પુરૂ કરી ઝડપથી છૂટા થવું જ હોય છે. ઘણીવાર એવું બને કે આપણે જ્યાં કામ કરતા હોઈએ એ જગ્યા આપણી પસંદગીની ના હોય તો ક્યારેક સાથે કામ કરતા લોકો ત્યારે પણ આપણું મનગમતું કામ હોવા છતા મજા આવતી નથી. કામ કરવા માટે મજા આવવી એટલા માટે જરૂરી છે કેમકે એનાથી જે કામ આપણે કરી રહ્યા છીએ એ કામ સરળ થાય કે ના થાય પણ આપણો આત્મવિશ્વાસ વધી જાય છે. દરેકની કામ કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે. એકજ કામ કરતા અલગ અલગ લોકોને અલગ સમય લાગે છે. આનું કારણ એ કામ પ્રત્યે કામ કરનારની રૂચિ છે. જેમકે મને વાર્તા લખવાનું કહો તો હું કરુ અને જો કોઈ એમ કહે કે કોલેજનું અસાઈન્મેંટ લખવાનું છે તો મનેય સમય વધારે લાગશે. મારી સામે ગણિત અને ગુજરાતીનું પુસ્તક હોય તો મારો હાથ ગણિતના પુસ્તક પર જ જશે. મેદાનમા ઘણાબધા સાધનો હોવા છતા હું બેટ જ હાથમાં લઈશ. મારી સામે જમવાનું મૂક્યું હોય તો હું મારી પસંદનું ખાવાનું જ લઈશ.

મને જો મારું કામ ગમશે તો હું એને સુંદર રીતે પૂર્ણ કરીશ. હું એ કામ ઝડપથી કરવાનો પ્રયત્ન કરીશ. કંટાળીને બેસી નહીં જાઉ. મુશ્કેલી આવશે તો હાર નહીં માનું. અટકી જઈશ પણ એ કામ છોડી નહીં દઉ. મારા મનમાં એ કામ માટે આદર હશે. હું એ કામનું મૂલ્ય સમજીશ અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા અથાક પ્રયત્ન કરીશ. આ જ કારણ છે કે ગમતું કામ કરીએ તો એ કામ ઝડપી થાય છે. 

પણ જો ક્યારેક કામ મનગમતું ના હોય તોય એનું સન્માન કરવું જોઈએ અને ભલે તમને એ કામ ગમતું ના હોય તો પણ પોતાની ફરજ સમજી એ કામને સંપૂર્ણ નિષ્ઠાથી કરવું જોઈએ. તથા જો શક્ય હોય તો જે પણ કામ આવે એને ઉત્સાહ સાથે અને જવાબદારી પૂર્વક પૂર્ણ કરવું જોઈએ. 


Rate this content
Log in

Similar gujarati story from Abstract