Sangita Dattani

Horror Tragedy Children

4.5  

Sangita Dattani

Horror Tragedy Children

આઝાદી

આઝાદી

3 mins
359


ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ,

ગુણ તારા નિત ગાઈએ થાય અમારા કામ.

ઈંગ્લેન્ડમાં બર્મિંગહામ નામના શહેરની એક શાળામાં આ પ્રાર્થનાનો અવાજ આવી રહ્યો હતો, એક રશિયન યુવતી ત્યાંથી પસાર થઈ રહી હતી. પાવલોવા અને તેનો દીકરો પોવા આ શાળામાં અભ્યાસ કરી રહ્યો હતો. યુક્રેનથી આવેલા નિરાશ્રિતોમાં આ બંને મા દીકરાનો પણ સમાવેશ થતો હતો.

આંસુ પણ ખૂટી ગયા હતા અને કાયમ લાલ લાગતી આંખો આજે વધારે સૂઝેલી લાગતી હતી. રોજ સવારે શાળામાં આ પ્રાર્થનાનો અનુવાદ તેણે રશિયન ભાષામાં કરીને સમજી લીધો હતો પણ માને ખબર ન પડે એની સતત કાળજી તે રાખતો હતો.

પિતાને રશિયા યુક્રેનના ભીષણ યુધ્ધમાં ગુમાવ્યા બાદ ઈંગ્લેન્ડમાં નિરાશ્રિત થઈને આવવું પડ્યું હતું. પોતાનું દુઃખ કોને કહેવું ? અનેક પ્રશ્નો હતા. ખાવું પીવું, અભ્યાસ, જોબ, રહેઠાણ ! આ મુશ્કેલીઓમાંથી મા દીકરો બેય માંડ માંડ બહાર નીકળ્યા હતા. જીવન ચલાવવા માટે પાવલોવાએ પોતાની જ શાળામાં ક્લીનર તરીકેનું કામ અપનાવી લીધું હતું. બંને શાળાએ સમયસર પહોંચી જતા. આજે પોવાને "વતન" વિશે નિબંધ લખવાનો હતો અને તેની ચર્ચા કરવાના હતા. બધા બાળકો તૈયારી સાથે ક્લાસમાં આવી ગયા. હાજરી પૂરીને ક્લાસ ટીચરે ભણાવવાની શરૂઆત કરી.

એક પછી એક બધા પોતાના વિચારો રજૂ કરતાં ગયા. ત્રીસ વિદ્યાર્થીઓના ક્લાસમાં અઢાર ભાષા બોલનારા હતા અને ક્લાસટીચર એમાંથી દસ ભાષાઓ આસાનીથી સમજતા હતા. હવે પોવાનો વારો આવ્યો.

"મને સમજ નથી પડતી કે વતન એટલે શું ? યુક્રેન કે જ્યાં મારો જન્મ થયો હતો અને મારું બચપણ વીત્યું હતું. અત્યાર સુધીની મારી ઉંમરમાં મેં યુદ્ધ સિવાય બીજું કશું જોયું જ નથી. કાયમ એક શહેરથી બીજા શહેરમાં જવું એ જાણે અમારા કુટુંબ માટે એક સામાન્ય વાત હતી. મારા મમ્મી પપ્પા ને મારી મોટી બહેન આ બધાથી ટેવાઈ ગયા હતા. જ્યારે રશિયાએ અમારા દેશ પર આક્રમણ કર્યું ત્યારે મારા પપ્પા તે યુદ્ધના ચોથા દિવસે જ હોમાય ગયા. મારા મમ્મી મારી બહેન અને મને લઈને તરત જ દેશ છોડીને પોલેન્ડ પહોંચ્યા ત્યાં મારી મોટી બહેનને ગોળી લાગી અને તે ત્યાં જ મૃત્યુ પામી. હવે મારી મા સીધી મને લઈને નિરાશ્રિતોની છાવણીમાં જઈ પહોંચી. જે પ્લેનમાં સહાય મળે તે પ્લેનમાં અમે બેસી ગયા તે રીતે અમે અહીં ઈંગ્લેન્ડમાં આવ્યા."

હજી પોવા પોતાની વાત કરી રહ્યો હતો ત્યાં અચાનક બોંબ ધડાકો થયો. શાળાના એલાર્મ વાગવાનું શરૂ થઈ ગયું. બધા વિદ્યાર્થીઓ અને સ્ટાફ શાળાના મેદાનમાં પહોંચી ગયા. પ્રિન્સિપાલે શાળામાં રજા જ પાડી દીધી. 

પાવલોવા પોવાને લઈને ફરીથી ભાગી છૂટી હજી કેટલું દુઃખ વેઠવાનું બાકી છે ! તેમ વિચારતાં તેને કંપારી છૂટી ગઈ. બીજા બે ત્રણ દિવસમાં ઈંગ્લેન્ડમાં યુદ્ધના સાયરનો વાગવા લાગ્યા.

ફરી એરપોર્ટ પર ઘસારો શરૂ થયો હવે પાવલોવા અને પોવાએ નક્કી કર્યું કે તેઓ નિરાશ્રિત તરીકે ભારતદેશમાં જશે અને જાણે ભગવાને તેમની પ્રાર્થના સાંભળી હોય તેમ પહેલી જ ફલાઇટમાં બંનેનો વારો આવી ગયો. ચોવીસમી જાન્યુઆરીએ બરાબર બપોરે દોઢ વાગે ઈંગ્લેન્ડને બાયબાય કરીને પચીસમી જાન્યુઆરીની સવારે ભારતભૂમિ પર પગ મૂક્યો ત્યારે જાણે પાવલોવા અને પોવાને લાગ્યું કે હવે આ દેશ જ પોતાનું વતન બની રહે તો કેટલું સારું !

એરપોર્ટ પર નિરાશ્રિતોને લેવા માટે એક સંસ્થાના ડાયરેકટર ખુદ આવ્યા હતા. પચાસ જેટલા નિરાશ્રિતોને લઈને એક સુંદર શાળામાં પહોંચ્યા ત્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. 

બીજે દિવસે છવ્વીસમી જાન્યુઆરી હતી. પોવા અને પાવલોવા ઉઠ્યાં ત્યારે દેશના ત્રિરંગાને સલામી દેવાઈ રહી હતી તરત જ તેઓ હાથ મોં ધોઈને શાળાના મેદાનમાં પહોંચી ગયા અને તે જ સમયે પોવાએ નક્કી કરી લીધું કે હવે તે ભારત દેશ છોડીને ક્યારેય ક્યાંય નહીં જાય અને રાષ્ટ્રધ્વજને સલામી આપીને "ભારત માતાકી જય" નો નારો લગાવ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Horror