Margi Patel

Abstract Classics Tragedy

2  

Margi Patel

Abstract Classics Tragedy

આધુનિકતા માં અટવાયેલી નારી

આધુનિકતા માં અટવાયેલી નારી

5 mins
7.9K


લોકો કહે છે કે સમય સાથે સમાજ બદલાયો છે. શું ખરેખર સમાજ બદલાયો છે??? સમાજ બદલાયો છે પણ નારી માટે નહિ. જયારે પણ કોઈ સ્ત્રીની વાત હોય ત્યારે સમાજની પરંપરા, રીતિ-રિવાજ, રૂઠિચુસ્તા આવી જ જાય છે. એજ્યુકેટેડ વ્યક્તિઓ થયા છે. પણ એમના વિચારો કે માન્યતા નહિ. આજનાં યુગમાં દીકરા અને દીકરી ને એક સમાન ગણે છે. શું દરેક ઘરમાં દીકરો અને દીકરી એક સમાન છે???

આધુનિકતામાં સ્ત્રીઓને આધુનિક યુગ સાથે ચાલવામાં ખુબ જ મુશ્કેલી ભર્યું છે. આધુનિક યુગને અનુરૂપ થવાં માટે સ્ત્રીને ઈંગ્લીશ આવડવું જોઈએ. જો કોઈ સ્ત્રીને ન આવડતું તો એ મનમાં મુંઝાયા જ કરે છે. આધુનિક સ્ત્રી એટલે તેને ફેશનની બધી જ જાણકારી હોવી જ જોઈએ. કપડાંથી લઈને મોબાઈલ, ચંપલ, મેકઅપ, ન્યૂઝ, વિહિકલ, ઘરનાં રસોડામાં અનુકૂળ રહે એવા સાધનો. જો આ બધી જાણકારી ના હોય અને એ પ્રમાણે વર્તન ના કરે તો એમ કહેવાય કે આજનાં યુગની નથી. આ યુગ સ્ત્રીઓ માટે પડકાર રૂપ છે. એક સ્ત્રી ઓફિસ સાથે ઘર પણ ખુબ જ કાબિલયત થી સાંભળી લે છે. ઘરની સાથે સમાજ, સગા-સબન્ધી, રીત-રિવાજ. બધું જ એક સ્ત્રી કુશળતાથી હેન્ડલ કરી લે છે.

સ્ત્રી આધુનિકતા ને અપનાવામાં પોતાના શોખ, છબી, હુનર, આવડત, સપના બધાંથી દૂર થતી જાય છે. છતાં તે સ્ત્રીને આનો રંજ ભાર પણ અફસોસ નથી હોતો. આજ સ્ત્રી પોતે અને પોતાના બાળકોને સ્વત્રંત બનાવવાં ખુબ જ પ્રયત્ન કરે છે. આધુનિક યુગ માં અનુકૂળ થવાની તુલનામાં પામવાનું તો ઓછું જ છે. પણ ગુમાવવાનું ખુબ જ છે. સ્ત્રી આજનાં યુગ ને મૅચ થવા માટે મોબાઈલમાં વધારે સમય પસાર કરે છે. એ જાણવા માટે કે મારાથી કંઈ રહી ન જાય. મને નહીં આવડે તો?? આ બીકમાં રહીને સ્ત્રી પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે.

નારી આજનાં યુગની હોય કે પુરાણા. તે બે પરિવારો ને જોડતી કડી છે. જો નારી ધારે તો શું નથી કરી શકતી. નારીને સમર્પણની દેવી કહી છે. નારી સૃષ્ટિનું નિર્માણ પણ છે. અને વિનાશ પણ છે. બાળકો માટે તેમની પહેલી શિક્ષક માતા જ છે. જે આજના યુગમાં સત્ય છે. આજનાં યુગની નારી કંઈ કમ નથી તે પોતાનાં બાળકોને ભણવાં માટે બધું જ કરવા તૈયાર છે. તે ઇંગ્લિશ શીખવા પણ આતુર રહે છે. એક બાળકને જે તેની માતા પાસેથી શીખવા મળે છે તે કોઈ પણ જોડે નથી શીખી શકતો. માતા ભણાવવાની સાથે સંસ્કારો નું પણ સિંચન કરે છે. પોતાનો બાળક પાછળ ના રહી જાય તે માટે તે ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ માં મૂકે છે. પેહલા ના જમાના થી જ પુરુષ કરતા સ્ત્રી નું સ્થાન ઊંચું જ હતું, અને છે જ. પણ આ આધુનિકતા ને અપનાવામાં લોકો ભૂલતા ગયા છે.

આધુનિકતામાં લોકો એટલાં બધા સંકળાઈ ગયા છે કે સફળતાની પાછળ દોડતા દોડતા હવે લોકો ને ડિપ્રેશન, સ્ટ્રેસ, એન્ગઝાઇટીનો ભોગ બની રહ્યા છે. આધુનિક સાધનો વાપરવાથી કામમાં ઘટાડો થયો નથી. પણ વધારો અવશ્ય થયો છે. ગામનાં ચોક પર 8 થી 10 દોસ્તો ભેગા થાય તો છે. પણ કોઈ એક બીજા સાથે વાત-ચીત નથી કરતું. બસ પોતાનાં મોબાઈલમાં માથું ઘૂસાડીને બેઠા હોય છે. બાજુમાં કોણ જાય છે એ પણ ખબર નથી હોતી. હજી ઓછું પડતું હતું એટલામાં તો હવે એક ક્લીકથી જમવાનું પણ ઘરે જ આવી જાય. હોટલનો રસ્તો પણ ભુલાઈ જાય આધુનિકતામાં.

હવે લોકો ને કોઈની ગરજ સરતી નથી. આજના યુગમાં ગૂગલ અને યુટ્યૂબએ સ્થાન લઇ લીધું છે લોકો નું. પહેલા સાસરે ગયેલી દીકરી કઈ ના આવડે તો તે તેની માતા ને ફોન કરીને પૂછતી. પણ હાલ તો યુટ્યૂબ દેવી છે.

જે તમને રસોઈ પણ બનાવતા શીખવાડે છે. અરે રસોઈ શું પણ ગૂગલ અને youtube પર જે પણ શીખવું હોય એ શીખવા મળી જાય છે. સાડી પણ કેવી રીતે પહેરવી તે પણ શીખવાડી છે. પતિ-પત્ની એક જ રૂમમાં હોવા છતાં બંને અલગ અલગ યંત્ર લઇને અલગ અલગ કામ કરતા હોય છે. જાણે બંને વચ્ચે શબ્દો જ ખૂટ્યા છે. પ્રેમ પણ હવે તો મેસેજનાં ઈમોજીઝથી વ્યક્ત થાય છે. એક પરિવાર બેઠકરૂમમાં સાથે બેસીને જમતાં પોતાના વિચારો આપ લે કરતા. ત્યાં હવે A.C ની હવા ખાવા બેડરૂમ માં જમવા લાગ્યા છે. ગેજેટના લીધે માતાપિતા તેમના બાળકો ને પૂરતો સમય નથી આપી શકતા. પતિપત્ની એક બીજા ને સમય નથી આપી શકતા. કે ઘર ના વડીલો ને પણ નથી આપી શકતા સમય.

આધુનિક બનવું એ એક રોગ સમાન છે. જેની ઘેલછા માં લોકો હું કંઈક છું નું અભિમાન કરે છે. લોકો માન-મર્યાદા, વિવેક, સન્માન ભૂલી ગયા છે. આજે પણ ઘણા લોકો માને છે કે જો કોઈ સ્ત્રી નો દોસ્ત પુરુષ હોય કે તે કોઈ ની જોડે વાતો કરવા ઉભી હોય તો કઈ પણ વિચાર્યા વગર એ સ્ત્રી નું કેરેક્ટર સર્ટિફિકેટ આપી જ દે. પછી એ સાચું હોય કે ખોટું એના થી કોઈ ને મતલબ હોતો નથી. અત્યારે તો સ્ત્રીઓ અને લગ્નજીવન પાર અસંખ્ય મજાકમસ્તી વાળા જોક્સ આવે છે. જેમાં હંમેશા સ્ત્રી ને જ ટાર્ગેટ બનાવીએ છીએ. શું એક સ્ત્રી ને પોતાના વિચારો, શોખ કે તેની વાત મુકવાનો અધિકાર નથી??? આધુનિક યુગ માં સ્ત્રી સાડી માંથી જેન્સ પર આવી ગઈ છે. હવે તો દરેક ક્ષેત્ર માં સ્ત્રી આગળ જ છે.

જો લખાવ બેસીશું તો કલામ માં શાહી પુરી થઇ જશે પણ લખાણ પૂરું નહિ થાય. છેલ્લે બસ એટલું જ કેહવું છે કે કે આધુનિકતા ને અપનાવો. પણ પેહલા તેને સમજો, વિચારો. આધુનિકતા ના રંગ માં એટલા પણ ના રંગાઈ જાઓ કે દિલ ની વાત કરવામાં પણ વિડિઓ કોલ થી જ કરીએ. આધુનિક પરિબળો ને અનુકૂળ થાઓ. પણ પોતાનું મહત્વ ભૂલી ના ગુમાવો. નારી હંમેશા બધા થી આગળ હતી, છે, અને હશે જ. નારી પછી ઘર માં રહે કે બહાર કામ કરવા જાય. નારી થી સમાજ, પરિવાર, સંસાર બન્યો છે. નારી છે તો પરિવાર છે. નારી છે તો સંસાર છે. નારી છે તો સમાજ છે. નારી સંસ્કાર નું સિંચન છે. દેશ નું ભવિષ્ય છે. નારી આધુનિકતા ના સાથે પોતાનું અસ્તિત્ત્વ પણ સાથે લઇ ને આગળ વધે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract