Bhavna Bhatt

Thriller

4  

Bhavna Bhatt

Thriller

આબાદ બચાવ

આબાદ બચાવ

2 mins
242


એકાએક રાજીવને સવારે છ વાગ્યે ઈમરજન્સી આવી એટલે એ નોકરી ઉપર જતાં રહ્યાં... સવારે ૭-૩૦ વાગ્યે ભારતી ઉપરથી નીચે ઉતારી અને ચેહર માતાજીને પગે લાગીને ચ્હા મૂકવા ત્રણ બર્નરવાળો ગેસ ચાલુ કર્યો... ભૂલમાં અને ધૂનમાં એણે વચ્ચેનાં બર્નરનુ બટન ખોલ્યું અને લાઈટરથી મોટું બર્નર સળગાવા કોશિશ કરી પછી એણે મોટા બર્નર ઉપરથી ચ્હાની તપેલી નીચે ઉતારી અને ગેસ ચાલુ કર્યો... વચ્ચેનું બર્નર ચાલુ છે એ ધ્યાનમાં નહીં અને ત્રીજા મિડયમ બર્નર ઉપર ગરમ પાણી મુક્યું... પાણી થયું એટલે એ ગેસ બંધ કર્યો ગરમ પાણી પીધું.

ચ્હા માં આદું, ઈલાયચી, લવિંગ નાખીને ઉકાળીને એ બહાર ઓસરીમા ગઈ પણ પેલું ગેસનું વચ્ચેનું બર્નર ચાલુ જ હતું પણ ભારતી એની ધૂનમાં મસ્ત હતી મનમાં ચેહર મા, એમ રટણ ચાલુ હતું. ૮-૩૦ થયાં એટલે રાજીવ એમનું કામ પતાવીને ઘરે આવ્યાં.

એટલે ભારતી કહે ચલો હું તમારી જ રાહ જોતી હતી ચલો સાથે જ ચ્હા પી લઈએ...

રાજીવ કહે સારું તું ચ્હા, નાસ્તો કાઢ હું માસ્ક ધોઈ અને હાથ, પગ મોં ધોઈને આવું છું..

સવારથી એક કલાક સુધી ગેસ એમજ ચાલું હતો.

ભારતી રસોડામાં આવી અને ચ્હાવાળો મોટો ગેસ ચાલુ કર્યો..

બાજુમાં એમજ એક કલાકથી ગેસ ચાલુ છે એ ધ્યાનમાં જ નહીં.

રાજીવ અંદર આવ્યા અને કહ્યું કે ગેસ‌ ગંધાય છે એમ કહીને એ છેક સગડી પાસે આવ્યા અને વચ્ચેનો ગેસ એમજ ચાલુ હતો એમણે ચ્હા વાળો અને બાજુનો ગેસ બંધ કરીને એનો કોક બંધ કરી દીધો અને કહે શું ધ્યાન રાખે છે હમણાં મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ હોત..!

ભારતીનાં મગજમાં સવારે નીચે આવી ત્યારથી અત્યાર સુધી ગેસ કેવો ચાલું રહ્યો એ ચિત્ર સ્પષ્ટ થયું.

ભારતી તરતજ ચેહર માતાજીનાં મંદિર પાસે ઊભી રહી અને ચેહર મા નો આભાર માન્યો કે માવડી તે તો આબાદ બચાવ કર્યો.

કહેવત છે ને કે રામ રાખે એને કોણ ચાખે... એમજ જેને ચેહર મા રાખે એને કોણ મારે...!


Rate this content
Log in

Similar gujarati story from Thriller