26મી ડિસેમ્બર
26મી ડિસેમ્બર


ઝીયા અને મિતના લગ્નને 8 મહિના થયાં. લગ્ન પછી બન્નેને કામ હોવાથી કદી સાથે રહ્યા કે ફર્યા જ નથી. બન્ને મળે તો પણ ફક્ત રાતે જ મુલાકાત થાય. સવારેતો બન્ને કામમાં વ્યસ્ત જ હોય.
8 મહિને ઝીયાએ હનીમૂન પર જવાનો પ્લાન બનાવ્યો. મિત પહેલા આનાકાની કરી. પણ છેલ્લે ઝિયાની જીદ પર માની ગયો.
બન્ને હનીમૂન પર સિમલા ગયા. લગ્ન પછી બન્નેનો 26મી ડિસેમ્બરની રાતનો પહેલો ફોટો પડ્યો. પછી તો બન્ને એ ફોટા પર ફોટા પડ્યા. બન્ને ફરીને રાતે હોટલમાં આવ્યા. અને થાકીને સુઈ ગયા.
બીજા દિવસે સવારે ઝીયા ફોટા દેખવા માટે મોબાઈલ લે છે. અને મિત તેની બાજુમાં જ સૂએ છે. ફોટા દેખતા દેખતા ઝિયાના મુખ પર એક અલગ જ ખુશી છે. 15મી સેકેંડમાં ખુશી બીકમાં બદલાઈ ગઈ. ઝીયાએ ધ્યાનથી દેખ્યું તો એક પણ ફોટામાં મિત જ નહીં. ઝિયાની નજર અરીસા પર પડી તો અરીસામાં મિત ના દેખાય. ત્યારે જ ઝીયાના મનમાં પ્રશ્ન ઉદ્દભવે છે કે મિતે કેમ ઘરના બધા જ અરીસા હટાવી દીધા. અને હું 8 મહિનાની દરેક રાતે કોને પ્રેમ કરતી હતી?