યુવા
યુવા
વાયુની પણ દિશા બદલે એ યુવા,
સમયને થંભવા મજબૂર કરે એ યુવા,
તિમિરમાં પણ સૂરજ પ્રગટાવે એ યુવા,
સામા વહેણે નૈયા હંકારે એ યુવા,
લગીરે રાખે ના સુખની તમા એ યુવા,
દુઃખોને ખિસ્સામાં લઈ ફરે એ યુવા,
પરેશાનીઓને પગ તળે કચડે એ યુવા,
સપનાને સંજોગમાં બદલે એ યુવા.