યથાવત રહી છે
યથાવત રહી છે
તમારી નજરની નજાકત રહી છે,
અમારી ઉપર તો કયામત રહી છે,
તમારી અદાઓ લુભાવે મને છે,
ગજબની તમારી કરામત રહી છે,
કહો જે કહેવું તમારે હવે તે,
તમારા થકી તો ખુશામત રહી છે,
નથી કોઈ એવી કહાની અમારી,
સદા આ હૃદયમાં શરાફત રહી છે,
તમે જો કરો તો શરૂઆત થાશે,
અમારી સફર તો યથાવત રહી છે.

