યાદોનું સંભારણું
યાદોનું સંભારણું
મનના કમાડ ઉઘાડી જોયા ત્યાં,
તારી યાદોનો પગરવ મંડાયો,
સૂના પડેલા અવકાશમાં જાણે,
તારા અસ્તિત્વનો અહેસાસ જણાયો,
સાંભરું સઘળા સંભારણા આપણાં તો,
મનપસંદ એ ઈતિહાસ કોરાયો,
માંગ્યો છે બસ તારો સાથ જ સદા,
એમાંય ઈશ્વરને કેવો સંદેહ સર્જાયો,
આજે હું છું; તારો પ્રેમ છે પણ,
તારા સહકાર વિના એક ખાલીપો ઉમેરાયો,
યાદોનું બંધન તોડવું ઘણું વિકટ છે,
તું રૂધિર બની હૈયે ઉભરાયો,
અતિ મહત્વનો છે 'તું' જીવનમાં મારા,
એમજ નથી કાંઈ તું રગેરગમાં વણાયો.

