STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

યાદોનું નજરાણું લઈ આવ્યો ફાગણ

યાદોનું નજરાણું લઈ આવ્યો ફાગણ

1 min
269

આંખોમાં આંજ્યા તારી યાદોના આંજણ,

આ યાદ તારી અશ્રુ બની વહે છે સાજણ.


આ રૂડી વસંતમાં પણ પાનખર દીસે,

હૈયે દંશે તારી યાદોનો ફણીધર નાગણ.


આ મારા શ્વાસો શ્વાસ ગાય ગીતડાં તારા,

તારી યાદોનું નજરાણું લઈ આવ્યો ફાગણ.


વિરહની વેદના સતત સતાવ્યા કરે છે મને,

મને હૈયે વાગે તારી યાદોના ધારદાર બાણ.


તું તો તારી દુનિયામાં એવો મગન છે કે,

મારી સ્થિતિથી તું છો સાવ અજાણ !


હૈયે વાગે છે તારી યાદોના ધારદાર બાણ,

અશ્રુ બની વહી જાય છે આંખોના આંજણ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy