યાદોનો પત્ર
યાદોનો પત્ર
ઝીલમીલાતી યાદોની મધુર સ્મૃતિ કંડારી પત્રમાં,
મન તરસ્યું થયું આંટો મારવા અતીતની યાદોમાં.
મરોડદાર અક્ષરોમાં ઉપસી આવી ખુશીની ક્ષણો,
ચહેરા પર આવી અચાનક સ્મિતની મીઠી લહેરો.
શબ્દોથી નીતરતી લાગણીઓની રીમઝીમ બુંદો,
દિલમાં તડપી ઉઠ્યા, સુમધુર મિલનનાં તરંગો.
સ્પર્શનો અહેસાસ મહેસૂસ થયો, દૂરીના રહી પત્રથી,
શ્વાસમાં વસી ગઇ સુગંધ, પ્રેમભર્યા બોલના મ્હેકથી.
સળવળતી રહી દિલની ઉર્મીઓની અભિવ્યક્તિ પત્રથી,
સરકતી રહી વીતેલી યાદોની સ્મૃતિઓ, મનમાં ખીલતી રહી.

