યાદોનાં વંટોળ
યાદોનાં વંટોળ
આતો અમસ્તું પૂછ્યું'તું હોં,
આંસું એમજ લૂછ્યું'તું હોં.
જ્યારે તમને મળ્યા ત્યારે,
સપનું થોડું હસ્યું'તું હોં.
યાદોનાં વંટોળ ચઢી આવ્યા,
નળિયું જરીક જ ખસ્યું'તું હોં.
શેરીઓ શાંત હતી સઘળી,
મન ખાલી ખાલી ભસ્યું'તું હો .
કોઈ પણ કારણ ન હતું 'જશ',
તોયે ધસમસતું ધસ્યું'તું હોં.