તારી યાદના સહારે
તારી યાદના સહારે
તમારા આવવાના અણસાર, લાગે છે હ્રદયના દ્વારે,
વાટ જોતો હતો હું તમારી, મધુર યાદોના સહારે.
તમારો ચમકતો ચહેરો જાઈને, અંધકાર દૂર કરવો છે મારે,
તમારી નશીલી નજર જોઈને, વશ થવું છે મારે.
તમારી ઉડતી કાળી ઝુલ્ફોમાં, લહેરાવું છે મારે,
વાટ જોતો હતો હું તમારી, મધુર યાદોના સહારે.
તમારા મુખની સરકતી સરગમને, માંણવી છે મારે,
સરગમ સાથે મધુકર બનીને, ગણ ગણવું છે મારે.
તમારા ધડકતા હ્રદયના તાલે, તરાનો ગાવો છે મારે,
વાટ જોતો હતો હું તમારી, મધુર યાદોના સહારે.
તમારા રસીલા યૌવન રસમાં, ડૂબી જવું છે મારે,
તમારી મદહોંશ અંગડાઈઓમાં, ભાન ભૂલવું છે મારે.
તમારા પગલે પાછળ ચાલીને, પડછાયો બનવું છે મારે,
વાટ જોતો હતો "મુરલી" તમારી, મધુર યાદોના સહારે.