યાદની સૌગાત
યાદની સૌગાત
1 min
52
પ્રો ફૂટયાનાં પહેલા પ્રહરથી તારી યાદ હોય છે,
જીવનની શુભ ઘડીની અનેરી શરૂઆત હોય છે.
મન મંદિર ને કાર્ય પૂજા આનંદ વહેંચવાની શુભ,
ભાવના દિવસ દરમિયાન મનની માય હોય છે,
ચઢતા સૂરજની સાથે કર્મ ભાવ પ્રકાશ ફેલાવે ને,
સુખના ઓડકાર સાથે જ તન નિંદ્રાધીન હોય છે .
એની યાદમાં જ દિવસો દૂધથી ધોવાતા જાય છે,
અંતે 'અમૃત' પ્રભુની સૌગાદમાં જીવી જવાય છે.