યાદની જંજાળ
યાદની જંજાળ
તને યાદ કરૂં છું તો મળવાની ઈચ્છા થાય છે,
આ પૂનમની રાત પણ અમાસ બની જાય છે.
તારી છબી જોવાથી મારા રોમ રોમ લહેરાય છે,
મારી દરેક પળ તારા વિરહમાં જ પસાર થાય છે.
તને પ્રેમપત્ર લખું તો મન મયૂર થનગની જાય છે,
તારા જવાબની રાહમાં મારૂં મન તડપી જાય છે.
તુ મારી સાથે હોય તો રાત રંગીન બની જાય છે,
તારા વગર આ જીવન મારૂં વેરાન બની જાય છે.
તુ પિયર ચાલી જાય તો ઘર સુનૂ સુનૂ લાગે છે,
"મુરલી" ના મધુર સ્વર મને તીર જેવા લાગે છે.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

