યાદ
યાદ
કોકિલ કુહૂ કુહૂ બોલે
આમ્રકુજમાં ડોલે, ફાગણ આયો
પ્રિયામિલનની યાદ રે લાયો,
ફાગણ ફૂલડે ફૂલડે ફોરમાયો
કેસુડાંએ રંગ ઓર જમાયો
રંગના ખોબલા ભરી
પ્રિયાના દિલ લો હરી, ફાગણ આયો
પ્રિયામિલનની યાદ રે લાયો
વાયરા વસંતના વા વા વાતા’તા
ગીતડા મધુર મિલનના ગાતા’તા
અંતર વરસી રહ્યું
મનડું તલસી રહ્યું, ફાગણ આયો
પ્રિયામિલનની યાદ રે લાયો
ખેલો ખેલો હોળી ને ખેલાવો
ધામઘૂમથી ધૂળેટી મનાવો
સાજન સંભારી આવે
શુભ સંદેશો લાવે, ફાગણ આયો
પ્રિયામિલનની યાદ રે લાયો
