STORYMIRROR

Hemaxi Buch

Romance Others

4  

Hemaxi Buch

Romance Others

યાદ શહેર

યાદ શહેર

1 min
472

યાદોના મારા આ શહેરમાં

નિર્જન સૂમસામ તારી યાદોનું એક નગર વસે છે,


મારા શ્વાસોશ્વાસમાં તારા નામનું રટણ છે,

આ નગરમાં ચારેય બાજુ તારા પ્રેમની ભીનાશ,

અને યાદોની હરિયાળીનું એક વન લહેરાય છે.


એમાં તારી બાહોનું એક પાક્કું ઘર દેખાય છે,

વિશ્વાસની ઈંટોથી ચણેલું અને 

આપણા રંગીન સપનાઓથી રંગીલું લાગે છે.


એને તારી મારી મહોબ્બતથી શણગારેલું છે,

જ્યાં લાગણીઓનું સુંદર તળાવ છલકાય છે.


આ એકલવાયા પણ સુંદર નગરમાં,

તું અને હું બેનો જ ફક્ત વસવાટ છે.


દુનિયાની ભીડથી દુર હોય ભલે પણ,

મને ગમે છે તારા આ પ્રેમ નગરમાં વસ્યા કરવું

શું તને પણ ગમશે આ પ્રેમ નગરમાં ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance