STORYMIRROR

Rekha Shukla

Romance Fantasy Inspirational

3  

Rekha Shukla

Romance Fantasy Inspirational

યાદ છે

યાદ છે

1 min
241

સ્નેહ નીતરતી આંખનુંં મળવાનું યાદ છે,

ઝીલવા કરેલ હાથ ને થામવાનું યાદ છે....

પ્રણય ની ગોષ્ઠિ માં દોટ મૂકીને મળવાનું યાદ છે,

વિરહનાં ધીમા ડગલે પાછા ફરવાનુંય યાદ છે...


વંટોળે હિલોળા લેતાં ધબકાર હૈયાનાં યાદ છે,

વર્ષાના પ્રથમ આગમને ધરતીની સુગંધ યાદ છે... 

ચાંદનીનાં પ્રકાશમાં નૈન ઉભરાયા યાદ છે,

ખભે માથુ ઢાળીને રુદન કર્યાનું યાદ છે...


સંતાયેલી નીંદરને ઉજાગરા કૈં યાદ છે,

કહેલી વાત કાનમાં ને હાસ્યનો ગુંજારવ યાદ છે....

બળતા પગે ભર ઉનાળે દોડી ને મળવાનું યાદ છે,

મરક મરક મલ્કાતા ચહેરે હસવાનું યાદ છે...


રંગોળીના રંગો ને મંદિરનાં ઘંટારવ યાદ છે,

બંધ કરેલી આંખે અંદર આવી ગયાનું યાદ છે...

કાલ્પનિક દુનિયામાં ભાન ભૂલવાનું યાદ છે,

સજ્જ્ડ પગે વાસ્તવિકતામાં ડગ માંડવાનુંં યાદ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance