યાદ આવે છે
યાદ આવે છે
આજે સર્ટી હોસ્પિટલની બહુ યાદ આવે છે.
કોવિડના પેશન્ટ સાથે વિતાવેલી પળો યાદ આવે છે.
ફ્રેન્ડ સાથે કરેલી મસ્તી યાદ આવે છે.
ગીતા સીસ્ટર સાથે કરેલી મસ્તી યાદ આવે છે.
છઠ્ઠા વોર્ડમાં રહેલાં સ્ટાફની યાદ આવે છે.
ઝાહિદાબેને કહેલા શબ્દો યાદ આવે છે.
લીલાબેન કરેલો ભરપુર વ્હાલ યાદ આવે છે.
વાવાઝોડામાં વિતાવેલી સાંજ યાદ આવે છે.
પારુલબેનનો પ્રેમ અને ખનિફાબેનનો વ્હાલ યાદ આવે છે.
જસુની આંગળી પકડી ને ચાલતી તે ક્ષણ યાદ આવે છે.
ખોવાય શહેરમાં મારી એ ખુશીઓ યાદ આવે છે.
એ ભાવનગરના સુમસામ રસ્તાઓ અને રૂડાં મંદિરો યાદ આવે છે.
નાની-નાની વાતોમાં જસુ સાથે કરેલા કિટ્ટા- બુચ્ચાનો પ્રેમ યાદ આવે છે.
સર્ટીમાં વિતાવેલ દરેક દિવસની યાદ આવે છે.
લખવા બેસું તો પાનાં ભરાઈ જાય,
એવું રૂડું મારું ભાવનગર શહેર મને બહું યાદ આવે છે.
