Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kalpesh Vyas

Romance

4.5  

Kalpesh Vyas

Romance

યાદ આવે છે તને?

યાદ આવે છે તને?

1 min
1.1K


હેપ્પી વેડીંગ એનિવર્સરી!


યાદ આવે છે તને ?

આજથી દસ વર્ષ પહેલા આપણે

લગ્નગ્રંથીથી જોડાઈને પ્રભુતામાં પગલા પાડ્યા હતા


યાદ આવે છે તને ?

આપણા મંગલ પરિણયનો એ મંગળ દિવસ

જ્યારે હું જાન લઈને વાજતેગાજતે

આવ્યો હતો

અને તારા પરિવારે તહેદિલથી સામૈયું કર્યું હતું.


યાદ આવે છે તને ?

આપણા જીવનનો એ રુડો દિવસ

જ્યારે હું શેરવાની પહેરીને આવ્યો હતો

અને તું પાનેતર પહેરીને શરમ-ઓ-હયા સાથે

મારી સામે આવી હતી.


યાદ આવે છે તને?

એ દિવસની એક યાદગાર ક્ષણ

જ્યારે મહેંદીની સરસ મજાની ડિઝાઈન્સથી

ભરેલો તારો કોમળ હાથ

મારા હાથમાં અપાઈને આપણો

હસ્તમેળાપ થયો હતો.


યાદ આવે છે તને?

આપણા લગ્નની એ સુંદર સાંજ

જ્યારે છાશમાંથી કુકડી શોધવાની

રમત આપણે રમ્યા હતા,

તને જીતાડવા માટે હું હારી ગયેલો

મને જીતાડવા તું હારી ગઈ'તી.


યાદ આવે છે તને?

આપણા મિલનની એ રંગીન રાત

જ્યારે અકાંતની એ રળિયામણી ઘડીમાં

મે તારો હાથ મારા હાથમાં લીધેલો

પછી તરત જ મે તને બાથમાં લીધેલી.


યાદ આવે છે તને?


Rate this content
Log in