યાદ આવે છે મને
યાદ આવે છે મને
યાદ આવે છે મને એ દિવસો,
જ્યારે બે દોસ્તારો મળીને નિશાળે જાતા.
દફતરનો ભાર પણ એકબીજા સાથે વહેંચી લેતા,
મોધો હોય કે સસ્તો, નાસ્તો તો વહેચીને જ ખાતા.
આજે તો વડીલો જ એકલાને નાસ્તો ખાવા સમજાવતાં.
જો કોઈ હોય ભાઈબંધ રૂપિયાથી નબળો,
એક ચોપડીમાં ભાઈબંધ ભેરૂ ભણીને નંબર લાવી દેતા,
અત્યારે તો સ્કૂલ જતા પણ બ્રાન્ડેડ વસ્તુઓની ડિમાન્ડો,
ભલે પછીને સ્કૂલમાં જઈને ન કરે કઈ મોટો ધમાકો.
સસ્તા હતા ભણતર પણ માર્કસ આવતા મોધા,
લાખોની ફીમાં પણ અત્યારે માડ પાસ થતા નબીરા,
બે રૂમના ઘરમાં પણ રહેતા વધતી ખાલી જગ્યા,
આજે મોટા બંગલામાં પણ પોતીકા ના સચવાતા.
એક રૂપિયાની ચોકલેટમાં તો કેવા મલકાતા,
એ પણ ભાઈ બહેન સાથે વહેચીને જ ખાતા.
આખીય ડેરીમિલ્ક ખાતા અત્યારે કોઈ ન અચકાતા,
સામેવાળાને ના કહેવામાં ના કોઈ શરમાતા.
દિવાળી હોળી તો સાથે જ કરવામાં હોય મોજની મુડી,
આજે તહેવારોમાં તો સૌને હોય રજા લઈને ફરવાની પડી,
વાંક નથી તમારો કે મારો, સમય બદલાયો છે આજે,
પૈસા હોય ત્યા જ મળે છે સૌને મન મોહતાજની મૂડી !
