વ્યથાની હોડ જામી છે
વ્યથાની હોડ જામી છે


હું હતો એ બારીએ,
જ્યાં શ્વાસની હોડ જામી છે,
વિશ્વાસની થાય છે ત્યાં ઓળખ,
જ્યાં સ્નેહની હરોળ જામી છે,
સ્મિતનું નથી કોઈ રહસ્ય,
મારી જીંદગીમાં તો વિચારોની કતાર જામી છે,
રહી ગયું છે હવે એજ કહેવું,
કે મારી વ્યથામાં એક ઓર વ્યથા જામી છે,
ખેદ નથી કે હું નિષ્ફળ છું,
મારી તો નિષ્ફળતાઓની ભરમાર જામી છે,
થાકી ગયો છું હવે આસ્થાથી 'ભરત',
સુખની પળ માટે મારા જેવા અનેકની કતાર જામી છે.