STORYMIRROR

Mehul Patel

Tragedy Inspirational

3  

Mehul Patel

Tragedy Inspirational

વ્યસનમુક્તિ... આઝાદી..

વ્યસનમુક્તિ... આઝાદી..

1 min
340

નથી વ્યસન કોઈનું સગું,

નહીં થાય કોઈનું સગું;


વ્યસનના પ્રતાપે તો અનેક યુદ્ધ રે ખેલાણા,

વ્યસનના યુદ્ધે તો પોતાના પારકા રે કર્યા;


એરે..વ્યસનથી આપણી લાજ લજવાય છે,

સાચું કહું છું આખો સમાજ હણાય છે;


વિના કારણે લીધો પરિવારનો ભોગ તે ! 

વ્યસનના ભરડામાં શાને જકડાય છે ?


વ્યસનથી તૃપ્ત, શાને કરે છે અહંકાર તું ?

વ્યસનથી મુક્ત બની, કરી જો હુંકાર તું !


વ્યસન છોડીને, કરીશ નવી શરૂઆત તું,

સોનાનો સૂરજ ઊગશે, કરીશ જીર્ણોદ્ધાર તું;


પુનઃ આઝાદ થશે મા ભારતી,

વ્યસનમુક્ત, શુદ્ધ શ્વાસ લેશે મા ધરતી;


નથી વ્યસન કોઈનું સગું,

નહિ થાય કોઈનું સગું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy