વતનની શાન
વતનની શાન
દોસ્ત ! તું આજ વતનની શાન બની જા,
કર સંસ્કૃતિ પર ગર્વ, આ વતનનો વિશ્વાસ બની જા!
દોસ્ત...
યાદ કર ત્રિરંગાને લહેરાવનાર વીરોંની જબાન,
એના જ રંગે રંગાઈને, આ વતનનો સિરતાજ બની જા!
દોસ્ત...
આ આઝાદ વતનમાં, તું પણ છે આઝાદ! પણ ભટકે તું કેમ?
શાસ્ત્ર-વેદની લઈ મર્યાદા,આઝાદીનો બંધન-વિકાસ બની જા!
દોસ્ત...
જો મહોબ્બત કરવી છે તને, તો સાચી કર દિલથી,
સ્ત્રીધનની કર રક્ષા, આ 'ભારત મા'ની લાજ બની જા!
દોસ્ત...
આજે તારા રક્તમાં હોય, એવો પાગલપનનો જોશ,
વતનમાં થનાર હરેક વિકૃતિ માટે, તેજધાર બની જા!
દોસ્ત...
આ કેવો નશો તને ચડ્યો છે, વિદેશમાં ઘર હોવાનો?
જોજે સોનેરી સપના પોતાના વતનમાં,
તું પણ "સ્વપ્નીલ" બની જા !
દોસ્ત...
