વતનની મિટ્ટી
વતનની મિટ્ટી
આ સાંજ એટલે વતનની મિટ્ટીની ખુશ્બુ યાદ આવે,
અભાવના સમય સાલતા ઘરેથી
આવેલી ખુલ્લી જાસાચિઠ્ઠી.
આ સાંજ એટલે સરહદ પર દેશપ્રેમની ઝલક,
ખાનગીમાં લઇ આવે પવન
દુશ્મનોના નામની બાતમી.
આ સાંજ એટલે વતનની મિટ્ટીમાં મળવાની સોગંધ,
એક ચપટી ધૂળ જેટલી યાદે
ઉડાવેલી દિલમાં વંટોળની આંધી.
એ વતનની મિટ્ટીનું તિલક કપાળ પર અનુભવાય છે,
જિંદગીની બાજી લગાવીને રણસંગ્રામમાં કેસરીયા કરવા છે.