STORYMIRROR

Dina Chhelavda

Abstract Romance

4  

Dina Chhelavda

Abstract Romance

વસંતનો વૈભવ

વસંતનો વૈભવ

1 min
343

રંગીલી વસંતના વધામણે,

કેસરભીના કેસરિયા વ્હાલે,

ગુલમહોરના ફૂલોએ રાહમાં

મખમલી ચાદર બિછાવતા,

રસ્તાઓ રંગીન બની

મ્હોરી ઉઠ્યા છે...!


સૃષ્ટિ યૌવનના ઉંબરે,

ડગ માંડતી જાણે

ઉષાના રંગે રંગાઈ,

નાજુક નવેલી નાર સમી

આમ્રકુંજોની મ્હોરની માદક

મ્હેંકથી મદહોશ બની છે...!


કોયલના મધુર કુંજને

સૂરોની સરગમ છેડી છે,

કસુંબલ આંખડીએ જાણે

કેસૂડાના લાલચટ્ટક રંગો,

કીકીઓના કુંજામાં ભરી

હૃદયની તરસ છીપાવી છે...!


તરુવરોના શણગારમાં જાણે

ડાળે ઝૂલતા વિહંગોને, 

રૂમઝૂમતી લચકતી ખીલતી

નવપલ્લવિત નવોઢા મળી છે..!


મનરૂપી ઉપવનમાં રંગીન

સ્મરણોનો ધોધ વછૂટ્યો છે,

પ્રેમી હૈયાં હરખની હેલીએ

ગરમાળાની હીંચોળતી ડાળીએ

પ્રેમરંગમાં રંગાઈને

વાસંતી મિલનના અવસરે

આનંદે ઝૂમી ઉઠતા જાણે

એમના જીવનબાગમાં વસંત

પૂરબહારમાં ખીલી ઉઠી છે..! 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract