વસંત
વસંત
વસંત આવે ને વિખરાઈ જાય છે આ પાંદડાં
જ્યાં ત્યાં વિખરાઈ જાય છે આ પાંદડાં..
થઈ જાય છે, શાખાઓ જોવો એકલી,
ઉદાસ મનની વાત કહે છે આ પાંદડાં..
પાનખરે ભલે એમ થયા છે, એકલા ડાળ,
આવશે વસંત પાછી, ખીલશે ફરી પાંદડાં..
પાછા ખીલશું અમે, આવશે બહાર,
આ ડાળખીમાં ફરી જીવશે આ પાંદડાં..
વર્ષો જાય છે, વીતી આજ રહેશે નીતિ,
એજ ડાળે મરીશું, ફરી નવું જીવશે આ પાંદડાં.