STORYMIRROR

Nayana Viradiya

Romance Thriller

3  

Nayana Viradiya

Romance Thriller

વસંત વિવાહ

વસંત વિવાહ

1 min
159

વનમાં આજે વસંત વિવાહ આવે

વૃક્ષે વૃક્ષે પ્રગટે છે હરિયાળા દીવા,


કોયલ કંઠે ગીતોની રમઝટ બોલે

વનમાં આજે વસંત વિવાહ આવે,


કેસુડો શણગાર સજીને પ્રણય રસ જતાવે

બાગ બધાએ શાહુકારી ફૂલોની બતાવે,


પાનખરના હૈયે પ્રેમરસ ભરી વસંત પરણવા આવે

ભીની ભીની ઠંડક ભરી ને હવા ગુલાબી મનને મહેકાવે,


વેલી બધી સજીધજી ને જાન પ્રકૃતિની શોભાવે

વનમાં આજે વસંત વિવાહ આવે,


ખેતરોમાં મહેનતની મોસમ મજાની આવે

સાત સૂરોની દેવી આશીર્વાદ આપી વધાવે,


વનમાં આજે વસંત વિવાહ આવે

પ્રણયરસમાં પ્રકૃતિ રૂપ અનેરા સજાવે,


માનવ મનને પ્રેમના પાઠ એ ભણાવે

વનમાં આજે વસંત વિવાહ આવે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance