STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Children

4  

Vrajlal Sapovadia

Abstract Children

વસંત ઋતુ

વસંત ઋતુ

1 min
42

મહેકી મંજરી ચમક્યા કેસૂડાં લઈ વસંતનાં વધામણાં,

ફાગણે પ્રજ્જલ્વિત હોળી ને બાગ બન્યા રળિયામણા,


શાંત થઈ હવે શીત સલિલ લહેરો ઢબુક્યા ઢોલ વસંતે,

વાયા હૂંફાળા વાયરા વળી સરસ્વતી શાસ્ત્ર સર્જ્યા સંતે,


રંગે લહેરાઈ મધમધ્યા ખેતરો નાચી ઊઠી યુવા સૃષ્ટિ, 

સાધી દિન રાત સમદ્રષ્ટિ સવિતા પ્રકાશિત પ્રેમ વૃષ્ટિ,


રંગીન નવપલ્લિત વૃક્ષ વચ્ચે ચળકી શ્વેત આમ્રમંજરી,

મધુર કંઠે કોકિલ ટહુકે હર્ષથી નીરખી વનમાં ભરી જરી,


કાયાકલ્પ નાવીન્ય પુનરુત્થાન પુન:વિકાસ તણો સંદેશ,

કાળક્રમે વળતી લાવતી વસંત ફાગણે ગ્રીષ્મનો અંદેશ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract