STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

વસંત પંચમી

વસંત પંચમી

1 min
264

આજ ગગને ઉત્સવ કોના ?

કે સૂરજદેવ શણગાર કરે,

ઢળતી સંધ્યાએ વાયા વાયરા

ને વિધાતા ચાંદાનો ઉપહાર ધરે,


આજ ધરતી એ ઉત્સવ કોના ?

કે વસંત દેવ ફૂલહાર ભરે

મંદમંદ મલકે મરુત દેવ

ને હળવે સુગંધનો થાળ ધરે,


આજ ઘૂઘવતા ઉત્સવ કોના ?

કે સાગર મોતીથાળ સજે

ઝરમર ઝરમર ધોયા આંગણાં

ને મંજરી કલરવ પ્યાર ધરે

મન મંદિરના દ્વાર ખૂલ્યા ને

વસંત પંચમી વધામણી દે,

માત સરસ્વતી પ્રગટ્યાં જગેને

વિચાર વૈભવનાં નિધિ ધરે

આજ ગગને ઉત્સવ શારદાના

ત્રિદેવ પાવન પાઠ પઢે

વાગી વીણા ને બોલ્યા મોરલા

વસંત પંચમી વરદાન ઝીલે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational