STORYMIRROR

Nilam Jadav

Children

3  

Nilam Jadav

Children

વસંત આવી

વસંત આવી

1 min
386

બદલાયો પ્રકૃતિનો રંગ

વસંત આવી, આનંદ છવાયો,


ગુંજી ઊઠયો પંખી કલરવ

વસંત આવી, આનંદ છવાયો,


ફેલાઈ છે ફૂલોની ફોરમ

વસંત આવી, આનંદ છવાયો,


ચોમેર કેસૂડાનાં ફૂલો ઊગ્યા

વસંત આવી, આનંદ છવાયો,


ઝૂમી ઊઠ્યા લતા વને વને

વસંત આવી, આનંદ છવાયો,


વાગ્યા ઢોલ ગવાયા ફાગ

વસંત આવી, આનંદ છવાયો,


વૃક્ષની ડાળે ફૂટી કૂંપળો

વસંત આવી, આનંદ છવાયો,


આંબા વૃક્ષો મ્હોરી ઊઠ્યા

વસંત આવી, આનંદ છવાયો,


પાદરે કુંજમાં કોયલ ટહુકી

વસંત આવી, આનંદ છવાયો,


જામ્યો છે કેસરિયો રંગ 

વસંત આવી, આનંદ છવાયો‌,


Rate this content
Log in

Similar gujarati poem from Children