STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

4  

'Sagar' Ramolia

Fantasy

વસંત આવી લાગે છે

વસંત આવી લાગે છે

1 min
560

લાગી ગઝલ મહેકવા, વસંત આવી લાગે છે,

’વાહ, વાહ’ની વહી હવા, વસંત આવી લાગે છે.


આ રદ્દીફ-કાફિયા બધા, ફરે પાગલ બનીને,

એને નથી કોઈની પરવા, વસંત આવી લાગે છે.


થઈ ગયું ગઝલનું વજન તો હળવુંફૂલ,

સૌ લાગ્યા એને ઓળખવા, વસંત આવી લાગે છે.


ધોવાઈ ગયું કલંક શબ્દોની અછતનું પણ,

લાગ્યા પતંગ-શા એ ઊડવા, વસંત આવી લાગે છે.


આ ગઝલનો ‘સાગર’ તોર તો તમે જુઓ,

નીકળી સૌને આકર્ષવા, વસંત આવી લાગે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy