STORYMIRROR

Masum Modasvi

Inspirational

2.5  

Masum Modasvi

Inspirational

વર્તાય છે

વર્તાય છે

1 min
25.8K


હાજરી તેની બધે વર્તાય છે,

ભાવના ક્યાં કોઇની વંચાય છે.

હો ભરોસો કામ તે આવે નહીં, 

પણ સમય પર માનવી પરખાય છે.

કામ કરતા જે બધાના ભાવથી,

કર્મ તેના એટલે ચર્ચાય છે.

વિસ્તરેલી જાતને બાંધો હવે,

હર જગાયે હાજરી પડઘાય છે.

કાળની સામે પડીને જીવતાં,

હામ ભારે પથ્થરે ટકરાય છે.

રોકવા કીધું પતનની ચાલને,

વાત શાણી ક્યાં હજું સમજાય છે.

કેટલી માસૂમ બતાવી લાગણી,

તેમનું મન ક્યાં જરા ભીંજાયા છે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational