STORYMIRROR

kusum kundaria

Romance

4  

kusum kundaria

Romance

વર્ષા

વર્ષા

1 min
498

ક્યારેક સાવ તોફાની થઇ જાય વર્ષા,

ક્ષણમાં વળી રેલમછેલ કરી જાય વર્ષા !


શેરીઓ સઘળી બની જાય જોને દરિયો,

ક્યારેક તો ખોટો ડોળ કરીને ફરી જાય વર્ષા.


ગડગડાટને સાથે વીજળીના કરે ચમકારા,

નભમાં સુંદર મેઘધનુષ રચી જાય વર્ષા.


કદી વરસી પડે અનરાધાર સાવ ઓચિંતો.

મુંઝાય સઘળાં જીવ, સુખચેન હરી જાય વર્ષા.


આમ તો બધાને ભીંજવી જાય એ સ્નેહથી.

ધરતીને સૌંદર્યના શણગારથી ભરી જાય વર્ષા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance