STORYMIRROR

kusum kundaria

Inspirational

4  

kusum kundaria

Inspirational

વરસીતો જો...

વરસીતો જો...

1 min
26.9K


બે-ચાર છાંટાથી હવે નહિ છીપે તરસ,

ધોધમાર કાં સાંબેલાધારે વરસીતો જો!


કોણ રહેશે પછી ઘરના બંધ બારણે,

એકવાર તું આંગણે આવીને ભીંજવીતો જો!


ધરતીયે આખી નાચી ઉઠશે રોમ રોમ,

એકવાર તું મન મૂકીને વરસીતો જો!


મસ્ત પવન પાયલ બાંધીને નાચશે,

સાગરતટ છોડીને વાદળ તું વરસીતો જો!


ફોરાના અડપલે નાચે મન મયુર થઇને,

મેઘધનુષી ઓઢણી તું લહેરાવીતો જો!


પંખીના ટહુકારે ને ઝાડવાના આવકારે,

માટીની મહેંક થઇને તું વરસીતો જો!


વાદળના નાદે ઝરણાયે ગીત ગુંજશે,

ધરતીને આભનો ઉત્સવ બની વરસીતો જો!


આવ મેહુલા આવ સમગ્ર સૃષ્ટિ પુકારે,

જગતના 'તાત' પર હેત રૂપે વરસીતો જો!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational