STORYMIRROR

Umesh Tamse

Inspirational

4  

Umesh Tamse

Inspirational

ખોટું શું છે?

ખોટું શું છે?

1 min
27.2K


આભમાં પંખી બની ઊડું તો ખોટું શું છે?

ને ભીતર દરિયો ભરી ફરું તો ખોટું શું છે?

સૌને ભગવાને તો દીધું છે અઢળક,

ખોભો ભરી ખુશી માંગુ તો ખોટું શું છે?

લોકો તો કરે દર્શન પત્થરની મૂર્તિના, 

ક્ષણભર ભીતર ઝાખું તો ખોટું શું છે? 

લોકો જીવે છે અહીં પોતાના માટે જ, 

ને હું બીજા માટે જીવું તો ખોટું શું છે? 

સૌ પુજા કરે ભાવથી પત્થરની મુરતને, 

ને હું માનવીમાં પ્રભુ જોઉં તો ખોટું શું છે? 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational