STORYMIRROR

Prahladbhai Prajapati

Others Inspirational

4  

Prahladbhai Prajapati

Others Inspirational

ખોવાયું ગામનું પાદર

ખોવાયું ગામનું પાદર

1 min
27.4K


ગામનું પાદર ખળું ભોર હાલરું ગયું હલાણે,

મોચમ ખૂંદે બળદો, દાણા ઉપણે, બિલ્ડીગે.

 

ગયા અન્નના કોઠારો ગ્રીટ કપચીના કોથળે,

સિમેન્ટની શેરીઓ જાય લઇ દોડતી ગાડીએ.

 

ભેળાયાં ખેતરો મહોલ્લા નામે સોસાયટીઓ,

પાદર ચોરાયા તળિયે ઉતર્યાં છે નીર વાડીએ.

 

ગામ ગયાં પ્રમાણ પત્રની જરૂર છે નથી હવે,

ગિલી ડંડા ને ગોચર ગયાં આમલી પીપળીએ.

 

વલોણું ઘી પી ગયું ને ગઈ દહીં છાસની છોળ,

ઝૂલણા છંદે વિસરી ગઈ પહેલા પ્હોરી ભાગોળ.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ