વરસાદની મોસમ
વરસાદની મોસમ


મેઘની ગર્જના ને વીજળીનાં ચમકારા થયા અવકાશમાં,
રૂમઝૂમ કરતા આવી વહાલી વરસાદની મોસમ,
માટીની સુગંધ પ્રસરી ભૂમિ પર,
ખળખળ વહેતા ઝરણાં લઈને આવી વરસાદની મોસમ,
ઝરમર ઝરમર વર્ષે મેહુલો આજે
મોરની કળા ખીલે ને પક્ષીઓનો મીઠો સ્વર ગાજે,
ગરમીથી અકળાતા ઠંડકનો અનુભવ કરાવી,
બાળકોને છબછબિયાં કરાવતી આવી વરસાદની મોસમ,
ઠંડો ઠંડો લહેરાય પવન છે,
મસ્તીમાં ભીંજાવા તરબોળ થયું મારુ મન છે,
એકમેકને પ્રેમથી ભીંજાવા આવી વરસાદની મોસમ.