STORYMIRROR

'Sagar' Ramolia

Drama

3  

'Sagar' Ramolia

Drama

વરસાદનાં રૂપો

વરસાદનાં રૂપો

1 min
345

આજ મારો રોયો આ વરસાદ શાં રૂપો ધરે !

જાણવા મન જાય તો પાછું નિમાણું થૈ ફરે,


વ્હાલથી ઝરમર કરી આનંદ સૌને આપતો,

ને કદી' સાલો એ ધુંબાવાળી કેવી આદરે ?


છાંટા, ફરફર, મોલ-મે કે પાણ-મે તો ના નડે,

પણ એ અનરાધાર આવીને ખુશી સૌની હરે,


આ કરા, ફોરાં કે ઢેફાભાંગનો વાંધો નથી, 

પણ એ આવી સૂપડાધારે આ જીવન-આંતરે,


વાંધો 'સાગર' ક્યાં પછેડી વા કે નેવાધારનો ?

વાંધો તો છે એટલો, હેરાન હેલી થૈ કરે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama