વરસાદમાં
વરસાદમાં
વાત એવી થાય છે વરસાદમાં,
આંખ આ ભીંજાય છે વરસાદમાં !
આભ વરસે તોય મન તરસ્યું ફરે,
કેમ આવું થાય છે વરસાદમાં !
આ નથી થાતા કડાકા વીજ ના ,
રાત સળગી જાય છે વરસાદમાં !
પગ ઉઘાડા લઇને ચુમો ઘાસને,
તો મજા સમજાય છે વરસાદમાં !
શું લખું લ્યો હું ય એ માણસ વિશે ?
કાગડો થઇ જાય છે વરસાદમાં !
