વરસાદમાં સાદ
વરસાદમાં સાદ

1 min

13.1K
વરસાદમાં સાદ પાડીને તો જો,
લાગણીઓથી ભીંજવી દઈશ.
હૂંફ ભર્યો હાથ લંબાવીને તો જો,
ચુંબકની જેમ ખેંચાઈ આવીશ.
સુરજ ભલે વાદળોમાં છુપાતો ફરે,
ઉષ્મા ભર્યો સંગાથ આપી જઈશ.
મોસમના સમ છે તને,આવી તો જો,
સાતે રંગોથી તને રંગી દઈશ.
વિશ્વાસનું બી એકવાર વાવીને તો જો,
તારામાં આખેઆખી ઊગી જઈશ.